Not Set/ ગોંડલના વાસાવાડના સુજલ મયાત્રા કચ્છના કલેક્ટરના પદે : વતન વાસીઓમાં ખુશીનો માહોલ

રાજય સરકારે તાજેતરમાં કરેલી આઈએએસ ઓફિસર્સની ટ્રાન્સફરમાં કચ્છ કલેક્ટર બદલાયા છે. સીધી ભરતીથી આઈએએસ થયેલા ગુજરાતી અધિકારી સુજલ મયાત્રાને કચ્છના કલેકટર તરીકે

Top Stories Gujarat
sujal mayatra gondal ગોંડલના વાસાવાડના સુજલ મયાત્રા કચ્છના કલેક્ટરના પદે : વતન વાસીઓમાં ખુશીનો માહોલ

(ફાઈલ તસવીર)

વિશ્વાસ ભોજાણી, ગોંડલ@ મંતવ્ય ન્યૂઝ

રાજય સરકારે તાજેતરમાં કરેલી આઈએએસ ઓફિસર્સની ટ્રાન્સફરમાં કચ્છ કલેક્ટર બદલાયા છે. સીધી ભરતીથી આઈએએસ થયેલા ગુજરાતી અધિકારી સુજલ મયાત્રાને કચ્છના કલેકટર તરીકે મુકવામાં આવ્યા છે. મૂળ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વાસાવડ ગામના સુજલ મયાત્રાની કારકિર્દી યુવા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન રૂપ છે.

અત્યારે રાજયના સૌથી મોટા જિલ્લા કચ્છના કલેકટર તરીકે ખુરશીમાં બેસનાર સુજલ મયાત્રા માત્ર એક ટકો ઓછો હોવાને લીધે બારમાં ધોરણમાં ટોપ ટેનમાં આવતા ચૂકી ગયા હતા.માત્ર એટલું જ નહીં પરંતુ એક માર્ક ઓછો હોવાને લીધે સુજલ મેડિકલની લાઈન પણ ચુકી ગયા હતા. ડોકટર બનવાનું સપનુ જોનાર સુજલે ફાર્મા સેકટરમાં કરિયર બનાવીને માત્ર ૨૫ વર્ષની જ નાની ઉંમરે પ્રથમ પ્રયાસમાં યુપીએસસીની સિવિલ સર્વિસની પરિક્ષા પાસ કરી છે.

નિરમા યુનિ. માંથી બી ફાર્મ અને પંજાબમાંથી માસ્ટર ડીગ્રી મેળવ્યા બાદ ફાર્મા સેકટરમાં કામ દરમ્યાન સુજલને પોતાના અભ્યાસ અને જ્ઞાનનો ઉપયોગ ન થતો જોવા મળતા તેમની કરીયરનો અહીંથી ટર્નિંગ પોઇન્ટ આવ્યો. સુજલે આઈએએસ બનવાનું નક્કી કર્યું અને યુપીએસસીની પરીક્ષાની તૈયારી શરૂ કરી.

ફાર્માની માસ્ટર ડીગ્રી હોવા છતાં તેમણે ઇતિહાસ અને ગુજરાતી સાહિત્ય સાથે પ્રથમ પ્રયત્નમાં જ યુપીએસસી ક્લિયર કરીને સાબિત કરી દીધું હતુ કે, ધ્યેય નક્કી હોય અને મહેનત હોય તો ઇચ્છીત સફળતા મેળવી શકાય છે.વાસાવડ રહેતા સુજલ મયાત્રાના પિતરાઈ ભાઈ અભિષેક મયાત્રા એ જણાવ્યું હતું કે સુજલભાઈ થોડા સમય પહેલા રાજુલા ધારી ડીડીઓ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, અને સમયાંતરે વાસાવડ આવી પરિવાર અને બાળવય ની જૂની યાદો તાજા કરતા હોય છે.

majboor str 21 ગોંડલના વાસાવાડના સુજલ મયાત્રા કચ્છના કલેક્ટરના પદે : વતન વાસીઓમાં ખુશીનો માહોલ