બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન આજે વડોદરાના મહેમાન બનશે. બરોડા મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા વડોદરાના દીર્ઘદ્રષ્ટા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની યાદમાં 2013માં સયાજી રત્ન એવોર્ડ ની શરૂઆત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, બિગ બી 32 વર્ષ પહેલા પણ વડોદરાના મહેમાન બની ચૂક્યા છે. વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે 3000 મહેમાનોની હાજરીમાં બિગ બીને આ સન્માન આપવામાં આવશે.
અમિતાબ બચ્ચન આજે બપોરે 1 વાગ્યે વડોદરા એરપોર્ટ આવી પહોંચશે અને ત્યારબાદ લક્ષ્મી વિલાસ પેલેસની ખાસ મુલાકાત લઇને ત્યાં જ મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ સાથે બપોરનું ભોજન લેશે. ત્યારબાદ નવલખી ખાતે 2.30 થી 3.45 દરમ્યાન એવોર્ડ સેરેમનીમાં ભાગ લેશે, જ્યાં તેઓ સયાજી રત્ન એવોર્ડ સ્વીકારશે અને ત્યારબાદ મુંબઈ જવા પરત ફરશે.
2013માં પ્રથમવાર નારાયણ મૂર્તિને, 2015માં રતન ટાટાને અને હવે 2018માં અમિતાભ બચ્ચનને સયાજી રત્ન એવોર્ડ આપવામાં આવશે.