Morbi/ મોરબી પુલ દુર્ઘટનામાં મચ્છુની જળકુંભી રાહતકાર્યમાં અવરોધરૂપ

મોરબીમાં પુલ દુર્ઘટના મામલે હવે નદીમાંથી જળકુંભી દૂર કરવામાં આવશે. મહત્વનું છે કે, જળકુંભી કાઢવા નદીમાં આધુનિક મશીન ઉતારવામાં આવ્યું છે. દુર્ઘટના બાદ અનેક મૃતદેહો શોધવા માટે જળકુંભી અવરોધ બની રહી હોઇ આ નિર્ણય કરવામાં આવ્યો છે.

Top Stories Gujarat
Morbi boat મોરબી પુલ દુર્ઘટનામાં મચ્છુની જળકુંભી રાહતકાર્યમાં અવરોધરૂપ
  • મશીન દ્વારા જળકુંભી કાઢવામાં આવી રહી છે
  • દુર્ઘટના પછી અનેક મૃતદેહો શોધવામાં જળકુંભી અવરોધરૂપ બની
  • જળકુંભી દૂર કરવા અત્યાધુનિક મશીન ઉતારવામાં આવ્યું

મોરબીમાં પુલ દુર્ઘટના મામલે હવે નદીમાંથી જળકુંભી દૂર કરવામાં આવશે. મહત્વનું છે કે, જળકુંભી કાઢવા નદીમાં આધુનિક મશીન ઉતારવામાં આવ્યું છે. દુર્ઘટના બાદ અનેક મૃતદેહો શોધવા માટે જળકુંભી અવરોધ બની રહી હોઇ આ નિર્ણય કરવામાં આવ્યો છે. હાલમાં મશીન દ્વારા નદીમાંથી જળકુંભી કઢાઈ રહી છે.

મોરબી મચ્છુ દુર્ઘટના બાદ હજુ પણ નદીમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. આજે સવારથી નદીમાં ફરી મૃતદેહની શોધખોળ શરુ કરવામાં આવી છે. વહેલી સવારે NDRFના જવાનો આધુનિક મશીનો સાથે તંત્ર અને સેનાના જવાનો ફરી કામે લાગી ગયા છે. મહત્વનું છે કે દુર્ઘટના બાદ અનેક મૃતદેહો શોધવા માટે જળકુંભી અવરોધ બની રહી હોઇ હવે જળકુંભી કાઢવા નદીમાં આધુનિક મશીન ઉતારવામાં આવ્યું છે.

એનડીઆરએફ, ફાયર બ્રિગેડ, આર્મી, પોલીસ, તરવૈયાની ટીમ દ્વારા સતત રેસ્ક્યુ ઓપરેશન કાર્યરત રહ્યા હતા અને અત્યાર સુધી 133 મૃતદેહો નીકાળવામાં આવ્યા છે જ્યારે મિસિંગ એક માત્ર વ્યક્તિ માટે હજી પણ રેસ્ક્યુ ઑપરેશન ચાલુ છે. છ ઇજાગ્રસ્તોને સારવાર આપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને હજી પાંચ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઉપરાંત બે લોકોને વધુ સારવાર અર્થે રાજકોટ શિફ્ટ કરાયા છે.

મુશ્કેલીની આ પળે મુખ્યમંત્રીએ ઘટનાસ્થળે જઈ અને મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાતો કરી તેમ જ વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે કામગીરીની સતત સમીક્ષા કરતા પ્રત્યક્ષ મોનિટરિંગ કર્યું હતું. અસરગ્રસ્ત લોકોને અગવડતા ન પડે તે માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પણ 100 બેડના અલાયદા વોર્ડની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ ઇજાગ્રસ્ત દર્દીઓની મુલાકાત તબિયતની જાણકારી મેળવી હતી.