Gujarat election 2022/ કાલે ચૂંટણી જાહેર થશે? મોરબીમાં રાહત બચાવ આજે પૂર્ણ

વડાપ્રધાન મોદી બપોરે મોરબી ગયા બાદ પછી સાંજે દિલ્હી જશે. તેમનો ગુજરાત પ્રવાસ પૂરો થવાની સાથે આવતીકાલે વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ શકે છે. શિડયુલ મુજબ આઠ ડિસેમ્બરે હિમાચલની સાથે જ ગુજરાતનું પરિણામ આવે તે માટેની તૈયારીઓ ચૂંટણીપંચ કરી રહ્યું છે.

Top Stories Gujarat
Election comission કાલે ચૂંટણી જાહેર થશે? મોરબીમાં રાહત બચાવ આજે પૂર્ણ

વડાપ્રધાન મોદી બપોરે મોરબી ગયા બાદ પછી સાંજે દિલ્હી જશે. તેમનો ગુજરાત પ્રવાસ પૂરો થવાની સાથે આવતીકાલે વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ શકે છે. શિડયુલ મુજબ આઠ ડિસેમ્બરે હિમાચલની સાથે જ ગુજરાતનું પરિણામ આવે તે માટેની તૈયારીઓ ચૂંટણીપંચ કરી રહ્યું છે.

ગુજરાતના મોરબીની દુર્ઘટના બાદ રાહત બચાવની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે સાંજે દિલ્હી પહોંચી ગયા બાદ આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી શકે છે.

ગુજરાતમાં એક તરફ વિધાનસભા ચૂંટણીની જાહેરાતનું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસમાં તેઓએ વડોદરા ખાતે રોડ શો અને દેશમાં જ લડાયક ટ્રાન્સપોર્ટ વિમાનના નિર્માણના પ્રોજેકટનું ભૂમિપૂજન કર્યા બાદ કેવડીયા કોલોની ખાતે પહોંચ્યા હતા પરંતુ આ દરમ્યાન જ મોરબી પુલ દુર્ઘટનાના કારણે આજે વડાપ્રધાનના તમામ કાર્યક્રમો મર્યાદીત થઈ ગયા છે અને તેઓ આજે સાંજે જ દિલ્હી જવા રવાના થાય તેવી શક્યતા છે. તે જોતા હવે ચૂંટણીપંચ આવતીકાલે તા.2ના રોજ ચૂંટણીની જાહેરાત કરે તેવી શક્યતા છે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે ની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે, ખાસ કરીને શેડયુલ મુજબ નવેમ્બરના અંતમાં અને ડિસેમ્બરના પ્રારંભમાં બે તબકકેના મતદાન સાથે જ આઠ ડિસેમ્બરના મતગણતરી કરવા માટે ચૂંટણી પંચ તૈયાર થઇ ગયું છે,મોરબી દુર્ઘટના છતા પણ ચૂંટણી શેડયુલમાં કોઈ ફેરફાર થશે નહી, કેમકે મોરબીમાં રાહત બચાવ ની કામગીરી પૂર્ણ થઈ રહી છે, જેથી મોરબીની પરિસ્થિતિના રિપોર્ટ ના આધારે રાજય ચૂંટણીપંચ પણ એકશનમાં આવી ગયુ છે.

સંભવતઃ મોરબીમાં આજે સાંજે બચાવ અને રાહતની કામગીરી પુર્ણ થયા બાદ વહીવટીતંત્ર પણ ચૂંટણીની કામગીરીમાં જોડાઈ જશે તેવા સંકેત છે. આજે નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાત બાદ પરિસ્થિતિનો ચોક્કસ તાગ મેળવ્યા પછી ચૂંટણી પંચ પણ આવતી કાલે જ ચૂંટણી જાહેર કરે તેવી શક્યતા છે.