Gandhinagar/ દુશ્મનની હત્યા માટે નિકળેલા શખ્સો ઝડપાયા, પોલીસે 2 પિસ્ટલ સાથે કરી ધરપકડ

નાનપણમાં સ્કૂલમાં સાથે ભણતા યુવક સાથે ઝધડો થતા તે યુવકને જાનથી મારી નાખવાનાં ઈરાદે પિસ્ટલ લઈને નિકળેલા બે શખ્સોની દહેગામ પોલીસે ધરપકડ કરી છે.

Ahmedabad Gujarat
dehgam દુશ્મનની હત્યા માટે નિકળેલા શખ્સો ઝડપાયા, પોલીસે 2 પિસ્ટલ સાથે કરી ધરપકડ

@ભાવેશ રાજપૂત

નાનપણમાં સ્કૂલમાં સાથે ભણતા યુવક સાથે ઝધડો થતા તે યુવકને જાનથી મારી નાખવાનાં ઈરાદે પિસ્ટલ લઈને નિકળેલા બે શખ્સોની દહેગામ પોલીસે ધરપકડ કરી છે. દહેગામ પોલીસે બાતમીનાં આધારે અમદાવાદથી દહેગામ થઈને મોડાસા તરફ જતી સ્વીફટ કારને રોકીને તપાસ કરતા તેમાંથી એક પિસ્ટલ સીટ નીચેથી તેમજ અન્ય પિસ્ટલ યુવકનાં ફેટમાંથી મળી આવી હતી. મૂળ રાજસ્થાનનાં અને ઓઢવમાં રહેતા સંદિપ પાંડે તેમજ નિતેષ ઉર્ફે અનિલ ઉર્ફે છોટા કચોરી ખટીક નામનાં બે શખ્સોની દહેગામ પોલીસે ધરપકડ કરીને કાર તેમજ 2 પિસ્ટલ અને 3 જીવતા કારતુસ કબ્જે કર્યા છે.

WhatsApp Image 2021 01 11 at 19.39.25 દુશ્મનની હત્યા માટે નિકળેલા શખ્સો ઝડપાયા, પોલીસે 2 પિસ્ટલ સાથે કરી ધરપકડ

બન્ને આરોપીઓની પુછપરછમાં સામે આવ્યુ કે બન્ને આરોપીઓ સાથે વસ્ત્રાલમાં ધોરણ 11 અને 12માં શાળામાં જોડે ભણતા રવિ ખટિક સાથે ઝધડો અવારનવાર થતો હતો. અને જોતજોતામાં બન્ને એકબીજાનાં દુશ્મન બની ગયા હતા. રવિ ખટિક થોડા દિવસો પહેલા આ આરોપીઓને મારીને મુઢ માર મારી જેલમાં ગયો હતો ત્યારે રવિ ખટિક જેલમાથી છુટીને આરોપીઓને મારી નાખવાનો છે તેવા સમાચાર મળતા રવિ ખટિક આરોપીઓની હત્યા કરે તે પહેલવા તેની હત્યા કરવા માટે આ પિસ્ટલ લાવ્યા હોવાની કબૂલાત કરી હતી.+

WhatsApp Image 2021 01 11 at 19.39.25 1 દુશ્મનની હત્યા માટે નિકળેલા શખ્સો ઝડપાયા, પોલીસે 2 પિસ્ટલ સાથે કરી ધરપકડ

પકડાયેલા આરોપીઓમાંથી નિતેશ ઉર્ફે છોટા કચોરી ખટિક સામે રામોલ અમરાઈવાડીમાં 14 જેટલા ગુનાઓ અગાઉ નોંધાયા હોવાનું ખુલ્યુ છે. ત્યારે આ મામલે રાજસ્થાનનાં આકાશ શેખાવત તેમજ રોકી સરદાર નામનાં આરોપીઓની શોધખોળ દહેગામ પોલીસે હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…