વિશાલ મહેતા, મંતવ્ય ન્યુઝ-અમદાવાદ
એક તરફ કોરોનાવાયરસ નો નવો પ્રકાર સમગ્ર ગુજરાતમાં કહેર મચાવ્યો છે. તો બીજી તરફ હોળી-ધૂળેટીના તહેવારને લઈને સંક્રમણ વધી ન જાય તે માટે સરકાર અને પોલીસ ચિંતામાં મુકાઈ ગઈ છે. જેથી તહેવાર દરમિયાન કોરોના ની ગાઈડલાઈન નું પાલન કરવા સરકાર દ્વારા ખાસ SOP જાહેર કરાઈ છે. અને તેનું પાલન કરાવવા રાજ્યના પોલીસતંત્ર ને તૈનાત કરવામાં આવ્યું છે.
હોળીનો તહેવાર એટલે જાતજાતના રંગો અને ઉત્સવનો તહેવાર. હોળી ધૂળેટીના તહેવાર ના રોજ લોકો એકબીજા ને અવનવા રંગોથી રંગી ને તથા મહેરબાની કરીને ઉજવણી કરતા હોય છે.. પરંતુ આ વખતે હોળીનો રંગ ફિક્કો થઈ ગયો છે. જેની પાછળનું કારણ છે ગુજરાતમાં વધી રહેલું કોરોના વાયરસનું સંક્રમણ. જેના કારણે પોલીસે હવે કોનાથી જનતાને મુક્ત રાખવા કાર્યવાહી હાથ ધરી છે.
કોરોના વાયરસના વધતા સંક્રમણ ને કારણે સરકારે હોળી અને ધૂળેટીના પર્વ પર જનતાને ભેગા થવા પર રોક લગાવી છે. કોરોનાવાયરસ નો નવો પ્રકાર ઘાતકી હોવાના કારણે તેનાથી જનતા ને બચાવવા માટે રાજ્ય સરકારે દરેક શહેરના પોલીસ કમિશનરને લોકોના ટોળા ભેગા ન થાય તે બાબતે ખાસ સુચના આપી છે. તો અમદાવાદ શહેર H- ડિવિઝનના ACP પ્રકાશ પ્રજાપતી દ્વારા પણ વકરી રહેલા કોરોના સંક્રમણ ને લઈને ખાસ વિનંતી કરવામાં આવી છે કે સરકાર અને પોલીસ જ્યારે કોરોનાથી જનતાને બચાવવા માટે ફરજ નિભાવી રહી છે ત્યારે જનતા એ પોતે પણ પોતાના પરિવાર માટે એટલા જ જાગૃત થવાની જરૂર છે.
હોળી અને ધૂળેટીના ઉત્સવને ગુજરાતીઓ મન મૂકીને ઉજવતા હોય છે. પરંતુ આ વખતની હોળીનો રંગ કોરોના વાયરસના કારણે ફિક્કો થઈ ગયો છે. ત્યારે હાલના સમયને ધ્યાનમાં રાખીને એક જ વાત યાદ રાખવા જેવી છે કે જાન હે તો જહાં હૈ. જો જીવ હશે તો આવનારા સમયમાં હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવી શકાશે. જેથી પોલીસ અને સરકાર અને મંતવ્ય ન્યૂઝ ની અપીલ છે કે, ઘરમાં રહો અને સુરક્ષિત રહો.