કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડુતો હવે ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે. શનિવારે પંજાબના મુકતસર જિલ્લાના મલોટમાં ખેડૂતોએ ભાજપના ધારાસભ્ય અરૂણ નારંગને માર માર્યો હતો. આ ઘટનામાં ધારાસભ્યના કપડા પણ ફાટી ગયા હતા અને તેને પણ ઘણી ઈજાઓ પહોંચી હતી. અરૂણ નારંગ અબોહરના ભાજપના ધારાસભ્ય છે.
ખેડુતોએ ભાજપ કાર્યાલયનો ઘેરાવ કર્યો હતો
નારંગ કૃષિ કાયદાના સમર્થનમાં પ્રેસ કોન્ફરન્સ કરવા મલોટ આવ્યા હતા. જ્યારે તેના આગમન અંગે ખેડૂતોને ખબર પડી ત્યારે તેઓ મલોટમાં ભાજપ કાર્યાલયની બહાર એકઠા થયા હતા. ખેડુતોને એકત્રીત થતાં જોઈ પોલીસે ધારાસભ્યને બહાર કાઢવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા. પરંતુ ખેડુતો પોલીસની પાછળ ગયા. પોલીસે ધારાસભ્યને એક દુકાનની અંદર લઈ ગયા.
ખેડુતોએ આ જોયું અને તેઓ તે દુકાનની બહાર ધરણા પર બેઠા. આ જોઈને પોલીસે દુકાન અંદરથી બંધ કરી દીધી હતી. દરમિયાન, ખેડુતોએ ધારાસભ્યની કારમાં તોડફોડ પણ કરી હતી.
થોડા સમય પછી પોલીસે નારંગને દુકાનની બહાર કાઢવા માટે પ્રયાસ કર્યો હતો. ત્યારે ખેડુતો પણ તેમની પાછળ દોડી આવ્યા હતા. આ જોઈને ધારાસભ્યો અને નેતાઓએ પોતાનો જીવ બચાવવા દોડધામ શરૂ કરી. પોલીસકર્મીઓએ ઉગ્ર ખેડુતોને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે બંને તરફથી ઘર્ષણ શરૂ થયું હતું. દરમિયાન, ખેડુતોએ ધારાસભ્યને પકડી અને તેની સાથે મારામારી કરી હતી. અને ધારાસભ્યના કપડા ફાડવા માંડ્યા. તે પછી કોઈક રીતે પોલીસકર્મીઓએ ધારાસભ્યને બચાવ્યો અને તે તેમની સાથે લઈ ગયા.
ધારાસભ્ય અરૂણ નારંગ ભાજપના જિલ્લા વડા પણ રહી ચૂક્યા છે. તે એક વખત કાઉન્સિલર પણ રહી ચુક્યા છે. ઉપરાંત, આરએસએસના અગ્રણી કાર્યકર છે.