Not Set/ કોરોનાના કહેર વચ્ચે અહીં 12 જેટલા વેન્ટિલેટર સ્ટાફના અભાવે ધૂળ ખાઈ રહ્યા છે

ત્યારે સુરેન્દ્ર નગર જીલ્લામાં કોરોનાની બીજી ખતરનાક લહેર વચ્ચે જિલામાં નોધાયેલા અધધધ કેસ વચ્ચે દર્દીઓ ધક્કે ચઢી રહ્યા છે. ત્યારે જીલ્લામાં ૧૨ જેટલા વેન્ટીલેટર ધૂળ ખાઈ રહ્યા છે. 

Gujarat Others Trending
ventilator કોરોનાના કહેર વચ્ચે અહીં 12 જેટલા વેન્ટિલેટર સ્ટાફના અભાવે ધૂળ ખાઈ રહ્યા છે

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસની બીજી લહેરે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે રાજ્યમાં નાના-મોટા દરેક શહેરમાં કોરોના કેસમાં મસમોટો વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના ટેસ્ટીંગ કીટ, દવા-ઇન્જેક્શન અને ઓક્સિજનની ભારે અછત જોવા  મળી રહી છે.  રાજ્યમાં નાના શહેર હોય કે મેટ્રો સીટી દરેક જગ્યાએ દર્દીઓ સારવાર માટે જુદી જુદી હોસ્પીટલના ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે સુરેન્દ્ર નગર જીલ્લામાં કોરોનાની બીજી ખતરનાક લહેર વચ્ચે જિલામાં નોધાયેલા અધધધ કેસ વચ્ચે દર્દીઓ ધક્કે ચઢી રહ્યા છે. ત્યારે જીલ્લામાં ૧૨ જેટલા વેન્ટીલેટર ધૂળ ખાઈ રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કોરોનાનાકાહેર વચ્ચે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પીટલમાં 12 વેન્ટીલેટર ધૂળ ખાય છે. ઇન્ચાર્જ સિવિલ સર્જનને  મંતવ્ય ન્યુઝ સાથે ખાસ વાતચીત દરમ્યાન અ વાતનો ખુલાસો કર્યો છે. સુરેન્દ્રનગર ગાંધી સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સિવિલ સર્જન ડો. હર્ષદ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે, સ્ટાફના અભાવે 12 વેન્ટિલેટર વપરાયા વિનાના પડ્યા છે. તો સાથે  હોસ્પિટલમાં એક્ટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થતા રેમડેસિવિરની માંગમાં પણ વધારો થયો છે.

સુરેન્દ્રનગરમાં વેપારીઓનું સ્વયંભુ લોકડાઉન

સુરેન્દ્રનગરમાં વેપારીઓનું સ્વયંભુ લોકડાઉન આપ્યુ છે.  સુરેન્દ્રનગરની જાણીતી મહેતા માર્કેટમાં સ્વયંભુ લોકડાઉન પાડવામાં આવ્યું છે. 500 થી વધુ વ્યાપારીઓ આ  બંધમાં જોડાયા છે. બપોરે 3 વાગ્યાથી માર્કેટ બંધ ને કારણે સુમસામ  બની છે.  30 એપ્રિલ સુધી વેપારીઓનું દ્વારા  સ્વયંભુ લોકડાઉન આપવામાં આવ્યું છે.

શ્વાસ વેડફાયા / નાસિકની હોસ્પિટલમાં ઓક્સિજન ટેંક લીક થતાં ૧૧ લોકોના મોત

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળે છે. ગત રોજ રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ૧૨૦૦૦ થી વધુ કોરોના કેસ સામે આવ્યા છે.  રાજ્યમાં કુલ કેસનો આંક 4 લાખ ને  આંબી ગયો છે. રાજ્યમાં કોરોના કેસની સાથે મોત તો આંક પણ સતત વધી રહ્યોછે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોતાસ્હેરોની હાલત કોરોનાએ કફોડી કરી નાખી છે. ખાટલા, બાટલા અને લાકડા માટે આજે લોકો હેરાન થઇ રહ્યા છે.