Not Set/ હિમાચલ પ્રદેશમાં ભુસ્ખલન થતા રસ્તો બંધ, વડોદરાનાં 10 મુસાફરો સહિત અનેક ગુજરાતીઓ ફસાયા

હિમાચલ પ્રદેશની પીરપંજાલની ગીરીમાળામાં ભરમોરમાં પ્રસિદ્ધ મણિમહેશ યાત્રાધામ આવેલુ છે. ભક્તિ ભાવ સાથે મણિમહેશની યાત્રાએ ગયેલા ગુજરાતનાં અંદાજે 400થી પણ વધુ લોકો ફસાયા હોવાનુ સામે આવી રહ્યુ છે. જેમા 10 મુસાફરો વડોદરાનાં છે. અહી સતત પડી રહેલા વરસાદનાં કારણે ઓવરબ્રિજ તૂટી ગયો હતો. અહી વરસાદ બંધ થવાનુ નામ નથી લઇ રહ્યો, ત્યારે તંત્ર પૂરો પ્રયત્ન […]

Gujarat Vadodara
hp landslide હિમાચલ પ્રદેશમાં ભુસ્ખલન થતા રસ્તો બંધ, વડોદરાનાં 10 મુસાફરો સહિત અનેક ગુજરાતીઓ ફસાયા

હિમાચલ પ્રદેશની પીરપંજાલની ગીરીમાળામાં ભરમોરમાં પ્રસિદ્ધ મણિમહેશ યાત્રાધામ આવેલુ છે. ભક્તિ ભાવ સાથે મણિમહેશની યાત્રાએ ગયેલા ગુજરાતનાં અંદાજે 400થી પણ વધુ લોકો ફસાયા હોવાનુ સામે આવી રહ્યુ છે. જેમા 10 મુસાફરો વડોદરાનાં છે. અહી સતત પડી રહેલા વરસાદનાં કારણે ઓવરબ્રિજ તૂટી ગયો હતો. અહી વરસાદ બંધ થવાનુ નામ નથી લઇ રહ્યો, ત્યારે તંત્ર પૂરો પ્રયત્ન કરી રહ્યુ છે કે યાત્રીઓ તેમની યાત્રાને પૂરી કરી શકે. પરંતુ વરસાદ અહી સતત પડી રહ્યો હોવાથી તંત્ર પણ મજબૂર બન્યુ છે.

આપને જણાવી દઇએ કે, ચંબાથી ભરમોર વચ્ચે ભુસ્ખલન થતા રસ્તો બંધ થઇ ગયો છે. આપને જાણીને નવાઇ લાગશે કે ભરમોરમાં જ અંદાજે 10 હજાર યાત્રીકો અટવાઇ ગયા છે. જેમા વડોદરાનાં 10 લોકો સહિત ગુજરાતનાં 400  થી પણ વધારે લોકો અટવાયા છે. પરિસ્થિતિ એટલી વિકટ બની હતી કે અહી એક રાત વડોદરાનાં લોકોને કારમાં જ વિતાવવી પડી હતી. મળી રહેલી માહિતી અનુસાર અંદાજે 13 હજારથી વધુ મુસાફરો ચંબાથી મણિમહેશ વચ્ચે અટવાયા છે. જેમા 400થી વધુ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.