Covid-19/ દેશમાં છેલ્લા 24 કલાકમાં 14 થી હજારથી વધુ કેસ નોંધાયા

ભારતમાં કોરોના વાયરસનાં કેસમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. દરરોજ લગભગ 15 હજાર નવા કોવિડ-19 કેસ આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાનાં કુલ 14,313 નવા કેસ નોંધાયા છે.

Top Stories India
કોરોનાવાયરસ

ભારતમાં કોરોના વાયરસનાં કેસમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. દરરોજ લગભગ 15 હજાર નવા કોવિડ-19 કેસ આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાનાં કુલ 14,313 નવા કેસ નોંધાયા છે. ગઈકાલની સરખામણીમાં નવા કેસોમાં થોડો ઘટાડો નોંધાયો છે. ગુરુવારે આ આંકડો 14,348 હતો. શુક્રવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા તાજેતરનાં આંકડા અનુસાર, એક દિવસમાં કોરોનાથી મૃત્યુનાં 549 કેસ નોંધાયા છે. દેશમાં મહામારીનાં કારણે અત્યાર સુધીમાં 4,57,740 લોકોનાં મોત થયા છે.

આ પણ વાંચો – OMG! / ટામેટા અને ક્રિસ્ટલ બ્રેડથી બનેલા ‘ઈનવિઝિબલ પિઝા’ની રેસિપી થઈ રહી છે વાયરલ, જોઇલો તમે પણ..

આપને જણાવી દઇએ કે, દેશમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જે દેશવાસીઓ માટે સારા સમાચાર છે પરંતુ આ કોરોનાનાં કેસનાં આંકમાં આવી રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખી બેદરકારી રાખવી જોખમકારી બની શકે છે. હાલમાં દેશમાં રિકવરી રેટ એટલે કે સંક્રમણ મુક્ત દર 98 ટકાથી ઉપર છે. છેલ્લા 24 કલાકમાં 13,545 દર્દીઓ કોરોના સંક્રમણમાંથી મુક્ત થયા છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,36,14,089 લોકો ઠીક થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો, તે સતત 1 ટકાથી નીચે રહ્યા છે. હાલમાં, તે 0.47 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી નીચો છે.  આંકડાઓનાં આધારે દેશમાં હાલમાં 1,61,555 દર્દીઓની સારવાર ચાલી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,36,41,175 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

આ પણ વાંચો – હિન્દુ પર હુમલો / બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર પાકિસ્તાની સમર્થકો કરી રહ્યા છે, દુર્ગા પંડાલમાં કુરાન રાખી

જો આપણે દેશમાં ચાલી રહેલા વિશાળ રસીકરણ અભિયાન પર નજર કરીએ તો, અત્યાર સુધીમાં લોકોને રસીનાં 105.43 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. આમાં છેલ્લા 24 કલાકમાં આપવામાં આવેલા 74,33,392 ડોઝનો પણ સમાવેશ થાય છે. સંક્રમણ દર વિશે વાત કરીએ તો, સાપ્તાહિક ચેપ દર 1.18 ટકા છે, જે છેલ્લા 35 દિવસથી બે ટકાથી નીચે છે. તે જ સમયે, દૈનિક ચેપ દર 1.12 ટકા છે. છેલ્લા 25 દિવસથી તે 2 ટકાથી નીચે રહ્યો છે.