Not Set/ 9 રાજ્યોની 71 બેઠકો માટે 29 એપ્રિલે થશે ચોથા ચરણનું મતદાન….

ચોથા ચરણમાં 29 એપ્રિલે 9 રાજ્યોની 71 લોકસભા બેઠકો પર મતદાન થશે.આ ચરણમાં અનેક દિગ્ગજોની કિસ્મતનો ફેંસલો થશે.જેમા CPI ઉમેદવાર કન્હૈયા કુમારથી લઈને હાલમાં જ કોંગ્રેસમાં શામેલ થયેલી અભિનેત્રી ઉર્મિલા માતોંડકર સુધીના ઉમેદવાર શામેલ છે.આ ચૂંટણીમાં જ્યાં ભાજપ સામે 2014માં મળેલી જીતનું પુનરાવર્તન કરવાનો પડકાર છે ત્યાં વિપક્ષી દળ ભાજપને કેન્દ્રની સત્તાથી બેદખલ કરવા તાલ […]

Top Stories India
arj 7 9 રાજ્યોની 71 બેઠકો માટે 29 એપ્રિલે થશે ચોથા ચરણનું મતદાન....

ચોથા ચરણમાં 29 એપ્રિલે 9 રાજ્યોની 71 લોકસભા બેઠકો પર મતદાન થશે.આ ચરણમાં અનેક દિગ્ગજોની કિસ્મતનો ફેંસલો થશે.જેમા CPI ઉમેદવાર કન્હૈયા કુમારથી લઈને હાલમાં જ કોંગ્રેસમાં શામેલ થયેલી અભિનેત્રી ઉર્મિલા માતોંડકર સુધીના ઉમેદવાર શામેલ છે.આ ચૂંટણીમાં જ્યાં ભાજપ સામે 2014માં મળેલી જીતનું પુનરાવર્તન કરવાનો પડકાર છે ત્યાં વિપક્ષી દળ ભાજપને કેન્દ્રની સત્તાથી બેદખલ કરવા તાલ ઠોકી રહી છે.

આ ચરણમાં ઉત્તર પ્રદેશમાં જે 13 બેઠકો પર મતદાન થનાર છે તેમાથી સાત બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી મહાગઠબંધનનો સામનો કરવો પડશે.ચોથા ચરણમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાનો સલમાન ખુર્શીદ, શ્રી પ્રકાશ જાયસ્વાલ, ઉત્તરપ્રદેશના હાલના કેબિનેટ પ્રધાન સત્યદેવ પચોરી, સપા અધ્યક્ષ અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ, સાક્ષી મહારાજ અને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ રામશંકર કઠેરિયા જેવા રાજનૈતિક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર છે.