ભારતીય રેલનું વિશાળ નેટવર્ક દેશભરમાં ફેલાયેલું છે. રોજના કરોડથી પણ વધારે લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. આજે અમે તમને જણાવીશું દેશની સૌથી નાની ટ્રેન.
તમને જાણીને હેરાની થશે કે દેશની સૌથી નાની ટ્રેનમાં માત્ર ૩ ડબ્બા જ છે. આટલી નાની ટ્રેનને જોઇને ઘણી વખત એવું લાગે છે કે માત્ર એન્જીન જ ચાલી રહ્યું છે.
આ DEMU ટ્રેન દક્ષીણ રાજ્ય કેરળમાં ચાલે છે. સવારથી લઈને સાંજ સુધી આ ટ્રેન કોચી હાર્બર ટર્મિનસ અને એનારકુલમ જંકશનની વચ્ચે ચાલે છે.
દેશની સૌથી નાની ટ્રેનનો રૂટ પણ ઘણો નાનો છે. આ ટ્રેન માત્ર ૯ કિલોમીટરનો જ સફર કરે છે.
આ ટ્રેનની સ્પીડ પણ ઘણી ઓછી છે. ૯ કિલોમીટરનું અંતર કાપતા આ ટ્રેન ને ૪૦ મિનીટનો સમય લાગે છે. રસ્તામાં માત્ર એક જ સ્ટેશન પર ઉભી રહે છે.
તમને જણાવી દઈએ કે આ ટ્રેનમાં ૩૦૦ લોકોની બેસવાની ક્ષમતા છે પરંતુ તેમાં ૧૦-૧૨ જેટલા યાત્રીઓ જ સફર કરે છે.
ઉલ્લેખનીય છે કે આ ટ્રેનને હજુ એક અઠવાડિયા પહેલા જ ચાલુ કરવામાં આવી હતી પરંતુ યાત્રીઓની કમીના લીધે કદાચ ટ્રેન બંધ થઇ શકે તેવું લાગી રહ્યું છે.