જેતપુર,
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવ હાલમાં ગુજરાતની મુલાકાતે છે. પોરબંદરની સંસદીય બેઠકની સમીક્ષા બેઠક ધોરાજી ખાતે હતી.
ત્યારે રાજકોટથી ધોરાજી જતાં તેમણે કાગવડ ખાતે આવેલ ખોડલધામ મંદિરના દર્શન કર્યા હતાં. આ સમયે તેમની સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણિયા સાથે હતાં.
ખોડલમાતાના દર્શન બાદ તેમણે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલની મુલાકાત કરી હતી.
2019ની લોકસભાની ચૂંટણીમાં પણ માના આશીર્વાદ રહેશે તેવો આશાવાદ જીતુ વાઘાણીએ વ્યક્ત કર્યો હતો.