સફળતાના બે વર્ષ/ મહિલાલક્ષી 200 યોજનાઓ માટે ભુપેન્દ્ર પટેલ સરકારનું એક લાખ કરોડનું બજેટ

ગુજરાત કદાચ દેશનું એકમાત્ર એવું રાજ્ય હશે જ્યાં મહિલાઓ માટે લગભગ 200 જેટલી યોજનાઓ છે. અને રાજ્યનું મહિલાલક્ષી યોજનાઓ પાછળનું બજેટ જ એક લાખ કરોડને પાર થઈ ગયું છે.

Gandhinagar Gujarat
For Vishal Jani 29 મહિલાલક્ષી 200 યોજનાઓ માટે ભુપેન્દ્ર પટેલ સરકારનું એક લાખ કરોડનું બજેટ

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓના  વિકાસને હંમેશા બેટી બચાવો અને બેટી પઢાવોથી લઈને મહિલા ઉત્કર્ષ, મહિલા વિકાસ અને મહિલા સશક્તીકરણને પ્રાધાન્ય આપ્યું છે. તેને જ અનુસરતા ભુપેન્દ્ર પટેલ Woman-Development સરકારે નારીશક્તિને મહત્વ આપ્યું છે. તેને પ્રાધાન્ય આપ્યું છે.

ગુજરાત કદાચ દેશનું એકમાત્ર એવું રાજ્ય હશે જ્યાં મહિલાઓ માટે લગભગ 200 જેટલી યોજનાઓ છે. અને રાજ્યનું મહિલાલક્ષી યોજનાઓ પાછળનું બજેટ જ એક લાખ કરોડને પાર થઈ ગયું છે. આમ ગુજરાતે મહિલા સશક્તીકરણના મોરચે નવો અધ્યાય આલેખ્યો છે.

રાજ્યમાં સાત લાખથી વધુ સગર્ભાઓને અને ધાત્રી Woman-Development માતાઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે દર મહિને એક કિલોગ્રામ તુવેર દાળ, બે કિલોગ્રામ ચણા, એક લિટર સીંગતેલ વિના મૂલ્યે આપવામાં આવે છે. 1,85,642 જેટલી સગર્ભા મહિલાઓને માતૃવંદના યોજના હેઠળ આર્થિક સહાય આપીને સુરક્ષિત માતૃત્વ સુનિશ્ચિત કર્યુ.

મહિલા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નવી 121 મહિલા સુરક્ષા ટુકડી શી ટીમ ગોઠવવામાં આવી. તેની સાથે 72 પોલીસ સ્ટેશનમાં વુમન ડેસ્ક શરૂ કરવામાં આવી. રાજ્યમાં દીકરી ભણે અને આગળ વધે તે માટે લગભગ 1,300 જેટલી કન્યાઓને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના હેઠળ મેડિકલ શિક્ષણ માટે સહાય આપવામાં આવી.

આ ઉપરાંત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અન્ન Woman-Development વિતરણને વધુ પોષણલક્ષી બનાવવા 14 જિલ્લામાં ફોર્ટિફાઇડ ચોખા (ફોલિએસીડ + આયર્ન + વિટામીનબી-12 યુકત)નું વિતરણ કરવામાં આવ્યું છે. હવે તેનો વ્યાપ વિસ્તારીને રાજ્યના બધા જિલ્લામાં કરવામાં આવનાર છે. આમ રાજ્યના બધા 33 જિલ્લામાં ફોર્ટિફાઇડ ચોખાનું વિતરણ કરવામાં આવશે. તેના માટે 60 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

આયુષ્યમાન યોજનામાં ગુજરાતના નાગરિકોને મળતી સહાયનું કવચ વધારી દસ લાખ કરાયું

ભૂપેન્દ્ર પટેલ સરકારે આયુષ્યમાન (પીએમજેવાય) યોજનામાં ગુજરાતના નાગરિકોને મળતી સહાયનું વીમાકવચ પાંચ લાખથી દસ લાખ કર્યુ છે. આ સુધારેલું વીમાકવચ દસ 11 જુલાઈથી અમલી બન્યું છે.

વન નેશન, વન ડાયાલિસિસ અંતર્ગત શરૂ કરાયેલા 272 ડાયાલિસિસ કેન્દ્રોમાં છેલ્લા છ મહિનામાં 1.5 લાખથી વધુ ડાયાલિસિસ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 3,32,35,291 આયુષ્યમાન ભારત કાર્ડ જારી કરવામાં આવ્યા છે. આમ ગુજરાતની લગભગ સાત કરોડની વસ્તીમાં લગભગ 50 ટકા લોકોને આયુષ્યમાન કાર્ડ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આમ રાજ્યની Woman-Development વસ્તીનો અડધો હિસ્સો તબીબી સગવડો હેઠળ આવી ગયો છે. આ વંચિત લોકોએ હવે તેમની શારીરિક તકલીફો માટે કોઈના પર પણ આધારિત રહેવું નહીં પડે. કોઈની આગળ હાથ જોડવા નહીં પડે.

સરકાર ફક્ત આયુષ્યમાન ભારત કાર્ડ જ જારી કરીને બેસી રહી છે તેવું નથી. એક કરોડ બાળકો શાળામાં પ્રવેશે ત્યારથી જ તેમની તબીબી ચકાસણી કરવાની શરૂઆત કરી છે. આ ફક્ત વાતો નથી, તેના માટે 15,184 કરોડની રકમની સરકારે ફાળવણી પણ કરી દીધી છે. આમ ભૂપેન્દ્ર પટેલ સરકારે રાજ્યમાં માતૃ અને બાળ કલ્યાણ પર ખાસ ધ્યાન આપ્યું છે.

 

આ પણ વાંચોઃ સફળતાના બે વર્ષ/બિપરજોય સામે ગુજરાત સરકારનો ઝીરો કેઝ્યુઅલ્ટી એપ્રોચ સફળ

આ પણ વાંચોઃ લંપટ ગુરુ/દ્વારકામાં શિક્ષકે 16 વર્ષની તરુણી પર આચર્યું દુષ્કર્મ, ભાઈને જાનથી મારી નાખવાની હતી હતી ધમકી

આ પણ વાંચોઃ ACB સપાટો/સુરત મહાનગરપાલિકાના અધિકારી અને પટાવાળાને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા

આ પણ વાંચોઃ DRIની કાર્યવાહી/અમદાવાદ DRIનો ચૈન્નઇ અને બેંગ્લોરમાં સપાટો,દુબઇથી આવતી ગેરકાયદે સાત કરોડની સોપારી કરી જપ્ત

આ પણ વાંચોઃ ધાર્મિક વિવાદ/ન્હાવા ગયે મહારાજે ખોડિયાર માતા પર કપડાં નિચોવ્યા, બ્રહ્મસ્વરૂપદાસ સ્વામીનો બફાટ