ધાર્મિક વિવાદ/ ન્હાવા ગયે મહારાજે ખોડિયાર માતા પર કપડાં નિચોવ્યા, બ્રહ્મસ્વરૂપદાસ સ્વામીનો બફાટ

સ્વામીને સંપ્રદાયના સંત દ્વારા ખોડીયાર માતાજી વિશે જે ટિપ્પણી કરવામાં આવી રહી છે.

Top Stories Gujarat Others
For Vishal Jani 1 1 ન્હાવા ગયે મહારાજે ખોડિયાર માતા પર કપડાં નિચોવ્યા, બ્રહ્મસ્વરૂપદાસ સ્વામીનો બફાટ

સાળંગપુર હનુમાનના ભીતચિત્રોનો વિવાદ સમ્યો નથી ત્યાં વધુ એક સ્વામિનારાયણ સંપ્રદાયના સંતનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યો છે. રાજકોટમાં સ્વામી બ્રહ્મ સ્વરૂપે ખોડિયાર માતાજી વિશે બફાટ કરતા વધુ એક વિવાદ શરૂ થયો છે.

રાજકોટના એક કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મ સ્વરૂપ સ્વામી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય. સ્વામિનારાયણમાં આવો એટલે ખોડિયાર માતા પણ ખુશ થાય છે. ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચવ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યા બાદ સનાતન ધર્મના સંતો-મહંતોની પ્રતિક્રિયા સામે આવી છે.

ખોડીયાર ધામના મહંત તેમજ મોરબી નજીકના રામધન આશ્રમના મહંત સહિતના સંતો-મહંતો તેમજ ખોડીયાર ભક્તો દ્વારા મોરબીમાં કલેક્ટર કચેરી ખાતે જઈને ત્યાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું અને સ્વામીને સંપ્રદાયના જે સંત દ્વારા ખોડીયાર માતાજી વિશે ટિપ્પણી કરવામાં આવી છે, તેની સામે કાર્યવાહી કરવામાં આવે અને તે સંત દ્વારા માફી માંગતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે તેવી માંગણી કરી છે.

છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો કોઈને કોઈ વિવાદમાં રહે છે. થોડા સમય પહેલા સાળંગપુર હનુમાનજી મંદિરનો વિવાદ હતો. ત્યાર પહેલા પણ સનાતન ધર્મના હિન્દુ દેવી-દેવતાઓ વિશે ટિપ્પણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો:પલસાણામાં ઘર આંગણે સૂતેલી બાળકીને ઉઠાવી યુવાને આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:રાજકોટમાં વધુ એક 24 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી થયું મોત

આ પણ વાંચો:વૃદ્ધાવસ્થામાં પોતાના ઘરની કામવાળીની સેવા કરી રહ્યું છે સુરતનું આ પટેલ દંપતી

આ પણ વાંચો:ગિરનાર રોપવે આજથી 15 તારીખ સુધી રહેશે બંધ, 16 સપ્ટેમ્બરથી પ્રવાસીઓ લઈ શકશે લાભ