અમદાવાદઃ ચાંદખેડામાં આવેલા 4ડી સ્ક્વેરમાં લૉર્ડ બદ્ધા રિલેક્સિંગ સેન્ટરમાં સ્પાની આડમાં સેક્સ રેકેટ ચાલતુ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે પાડેલી રેડમાં બે થાઇલેન્ડની યુવતીઓ સાથે યુવકો કઢંગી હાલતમાં ઝડપાયા હતા. પણ ઝડપાઇ હતી. પોલીસે આ રેડમાં ત્રણ ગ્રાહકો સાથે એક મેનેજરની ધરપકડ કરી છે.
થાઈલેન્ડની બંને યુવતીઓ વિઝિટર વીઝા પર અહીંયાં આવી છે અને તેઓ પાસે વર્ક પર્મિટ ન હોવા છતાં સ્પા સેન્ટરમાં કામ કરતી હતી.
આ અંગે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, 4ડી સ્ક્વેરમાં સ્પા ની આડમાં દેહવેપારનો ધંધો ચાલે છે. જેના આધારે પોલીસે રેડ પાડીને ચાર લોકોની ધપકકડ કરી હતી.
આ સ્પા સુરતનો યુવક સ્પાની આડમાં સેક્સ રેકેટ ચલાવતા હતો. જેમાં થાઇલેન્ડની બે યુવતીઓને નોકરીએ રાખીને સેક્સ રેકેટ ચલાવતા હોવાનં પોલીસ તપાસમાં જાણાવા મળ્યું છે. પોલીસે મેનેજરની ધરપકડ કરીને અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.