Not Set/ આજથી ગિરનાર રોપ-વે જનતા માટે મુકાશે ખુલ્લો, માત્ર 8 મિનિટમાં…

સૌરાષ્ટ્રવાસીઓનું વર્ષો જૂનું સ્વપ્ન ગિરનાર રોપ-વે હવે જનતા માટે ખુલ્લો મુકાશે. આ એશિયાનો સૌથી લાંબો અને મોટો રોપ-વે છે.

Top Stories Gujarat Breaking News
ipl2020 78 આજથી ગિરનાર રોપ-વે જનતા માટે મુકાશે ખુલ્લો, માત્ર 8 મિનિટમાં...

સૌરાષ્ટ્રવાસીઓનું વર્ષો જૂનું સ્વપ્ન ગિરનાર રોપ-વે હવે જનતા માટે ખુલ્લો મુકાશે. આ એશિયાનો સૌથી લાંબો અને મોટો રોપ-વે છે. આ રોપ-વે નાં કારણે જૂનાગઢમાં રોજગારીની પણ તકો વધશે. રોપ-વે નો સમય સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધીનો રહેશે.

કાબુલમાં આત્મઘાતી હુમલામાં 30 લોકોનાં મોત, ઘાયલની સંખ્યામાં પણ થઇ રહ્યો છે વધારો

આપને જણાવી દઇએ કે, શનિવારે PM મોદીએ ગિરનાર રોપ-વેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુ હતુ. જેનો યશ મેળવનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતુ કે, રોપ-વેથી રોજગારી અને આર્થિક સમૃદ્ધિનો માર્ગ મોકળો થયો છે. ગુજરાતમાં શક્તિ, ભક્તિ અને સ્વાસ્થ્યનો ત્રિવેણી સંગમ રચાયો છે. આ સ્થળ આસ્થા અને પ્રવાસન સાથે જોડાયેલું છે. નવરાત્રિ ઉત્સવની અષ્ટમીએ જૂનાગઢનાં ગિરનારમાં રોપ-વે પ્રોજેક્ટનું વડા પ્રધાન મોદીનાં હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્ય સરકારનાં મંત્રી જ્વાહર ચાવડા અને સૌરભ પટેલ હાજર રહ્યા હતા.

રાહતનાં સમાચાર, નવા કેસોની સંખ્યામાં થયો ઘટાડો, ઠીક થયા વધુ પ્રમાણમાં દર્દીઓ

ગિરનાર રોપ-વે ટીકીટનાં ભાવ કંપનીએ નક્કી કરી દીધા છે. આ રોપ-વેથી જો આપ મુસાફરી કરવા ઇચ્છતા હોવ તો તમારે થોડા ખિસ્સા હળવા કરવા પડશે. અહી Two way ટીકીટનો દર 750 રૂપિયા છે. જ્યારે One way ટીકીટનો દર 400 રૂપિયા રાખવામાં આવેલ છે. વળી બાળકો માટેનાં દરની વાત કરીએ તો તે 350 રૂપિયા રાખવામાં આવેલ છે.

આ શહેરમાં બે કિલો ડુંગળી માટે બતાવવું પડશે ઓળખ કાર્ડ, સરકાર વેચે છે 35 રૂપિયાના ભાવે

આપને જણાવી દઇએ કે, આ રોપ-વે 2.3 કિમી લાંબો છે અને તેને બનાવવા માટે 130 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેની ક્ષમતા એક કલાકમાં 800 પ્રવાસીઓની હેરફેર કરવાની છે. આ પ્રોજેક્ટ માટે કુલ નવ ટાવર બનાવવામાં આવ્યા છે. ગ્લાસ ફલોરની કેબિનમાં એક સાથે 8 લોકો બેસી શકે છે. હાલમાં તળેટીથી દત્ત મંદિર સુધીનાં 9,999 પગથિયાં ચઢતાં 5-6 કલાક લાગે છે, જેમાંથી અંબાજી માતાનાં મંદિર સુધીનાં એટલે કે 5500 પગથિયાં સુધીનું અંતર રોપ-વેથી કાપી શકાશે.