Not Set/ રાજકોટ લોધિકા સંઘમાં “કોથડામાંથી બિલાડું નીકળ્યું” જેવો ક્યાસ, ભાજપનાં ડખ્ખામાં કોંગ્રેસે માર્યું મેદાન

ભારે વિખવાદ અને ટાંટીયા ખેચ વચ્ચે થોડા સમય પહેલા જ બહુચર્ચિત રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘનાં સભ્યોની ચૂંટણીઓ યોજાઈ હતી. ચૂંટણીમાં ભાજપનાં જ બે જૂથો આમને સામને હતા અને બાદમાં રાલોમાં ચેરમેન કોણ ? નો પ્રશ્ન ગાજી રહ્યો હતો. રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના જ બે જૂથ આમને સામને હતા તેમાં ભાજપ સહકારી આગેવાન અને રાલોનાં હાલ સુધીનાં ચેરમેન નીતિન ઢાંકેચા અને […]

Gujarat Rajkot
5fc5d29c7fc1a3b719d87831796b240d રાજકોટ લોધિકા સંઘમાં "કોથડામાંથી બિલાડું નીકળ્યું" જેવો ક્યાસ, ભાજપનાં ડખ્ખામાં કોંગ્રેસે માર્યું મેદાન

ભારે વિખવાદ અને ટાંટીયા ખેચ વચ્ચે થોડા સમય પહેલા જ બહુચર્ચિત રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘનાં સભ્યોની ચૂંટણીઓ યોજાઈ હતી. ચૂંટણીમાં ભાજપનાં જ બે જૂથો આમને સામને હતા અને બાદમાં રાલોમાં ચેરમેન કોણ ? નો પ્રશ્ન ગાજી રહ્યો હતો. રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના જ બે જૂથ આમને સામને હતા તેમાં ભાજપ સહકારી આગેવાન અને રાલોનાં હાલ સુધીનાં ચેરમેન નીતિન ઢાંકેચા અને રાજકોટનાં ધારાસભ્ય અરવિંદ રૈયાણી વચ્ચે ચેરમેન પદ માટે ભારે ખેંચતાણ ચાલી રહી હતી.

ત્યારે આજે પ્રમુખ ઉપપ્રમુખ માટેની યોજવામાં આવેલી ચૂંટણીમાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદ મામલે મોટું પરિવર્તન જોવા મળ્યું છે. સંઘના ચેરમેન પદ માટે ભાજપના બે જૂથ વચ્ચેની લડાઇમાં કોંગ્રેસે મેદાન માર્યુ છે. રાજકોટ લોધિકા સંઘના ચેરમેન પદ પર મૂળ કોંગ્રેસી નરેન્દ્રસિંહ જાડેજાની નિમણૂંક કરાઈ છે. તો વાઈસ ચેરમેન પદ પર સંજય અમરેલીયાની નિમણૂંક કરવામાં આવી છે. 

આજેની ચૂંટણીમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને પ્રમુખ નીતિન ઢાંકેચા વચ્ચે બળાબળીના પારખા થવા અંધાણ તો હતા જ. MLA અરવિંદ રૈયાણી પરિવર્તન કરશે તેવો દાવો કરાયો હતો. તો બીજી તરફ, પ્રમુખ નીતિન ઢાંકેચાનો સભ્યોની બહુમતી હોવાનો દાવો હતો. છેલ્લા 21 વર્ષથી નીતિન ઢાંકેચા ચેરમેન પદ પર હતા. ભાજપના આંતરિક જૂથવાદની અસર સહકારી ક્ષેત્રમાં છવાઇ હતી અને સત્તા પરિવર્તન થયુ હોવનું પરિણામ સ્વરુપ સામે આવી રહ્યું છે.  

ભાજપનાં આંતરીક ડખ્ખામાં કોંગ્રેસ ફાવી ગઇ 
સંઘના નવા ચેરમેન બનેલ નરેન્દ્રસિંહ જાડેજા મૂળ વ્યવસાયે પત્રકાર છે અને અગાઉ રાજકોટ માનપમાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને પૂર્વ ચેરમેન નીતિન ઢાકેચા વચ્ચેના જુથવાદમાં મૂળ કોંગ્રેસી નરેન્દ્રસિંહ જાડેજાની ચેરમેન પદ પર નિમણૂંક થઈ છે. આમ, ભાજપના ડખ્ખા વચ્ચે કોંગ્રસ ફાવી ગયું છે.  

ઉલ્લેખનીય છે કે, પહેલા રાજકોટમાં લોધિકા સંઘમાં સરકાર તરફી નિમણૂક કરાઇ હતી. જેમાં અરવિંદ રૈયાણી જુથનો દબદબો જોવા મળ્યો હતો. ભાનુ મેતા, ગૌરવસિંહ જાડેજા અને મુકેશ કમાણીની વરણી કરાઈ હતી. તો તેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખિયા અને ભરત બોધરાના નામ કપાયા હતા. તેમજ નીતિન ઢાંકેચા જુથે દરખાસ્ત કરેલા બે નામો પણ કપાયા હતા. આમ, સરકારી તરફી નિમણૂંકમા રાજકોટ-લોધિકા સંઘમાં રૈયાણી જુથનો દબદબો જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….