Politics/ નરેશ પટેલે રાજકારણમાં આવવાનું માંડી વાળ્યું તો હવે સૌરાષ્ટ્રના સમીકરણો શુ હશે ?

નરેશ પટેલે રાજકરણમાં આવવા પર ના કહી દીધી છે  જેને લઈને સૌરાષ્ટ્રના સમીકરણો બદલાઈ ગયા છે.જો નરેશ પટેલ (Naresh Patel) સક્રિય થયા હોત તો સૌરાષ્ટ્રમાં સમીકરણો બદલાઈ ગયા હોત પરંતુ હવે BJP માટે વધારે કપરું થઇ શકે છે.

Gujarat Others
નરેશ પટેલે

નરેશ પટેલ સક્રિય રાજકારણમાં નથી જોડાયા જેને લઈને સૌરાષ્ટ્રના સમીકરણો બદલાઈ ગયા છે કારણ કે નરેશ પટેલ લેઉવા પાટીદાર સમાજની સંસ્થા ખોડલધામ સાથે જોડાયેલા છે અને પાટીદાર વોટમાં મોટો ફેરફાર જોવા મળ્યો હોત પરંતુ હવે નરેશ પટેલ રાજકારણમાં નહિ આવતા આખા ઝોનના સમીકરણોમાં બદલાવ જોવા મળશે કારણ કે જો નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાયા હોત તો ફાયદો BJP ને થયો હોય.

આ સ્થિતિ પણ સમજવા જેવી છે. નરેશ પટેલ જો કોંગ્રેસમાં જોડાય તો લેઉવા પાટીદાર મતોમાં ધ્રુવીકરણ થાય તો તેની સીધી અસર લેઉવા પાટીદાર અને કોળી મતદારોમાં જોવા મળે અને આ તમામ મતો કોંગ્રેસના પરંપરાગત મતદારો છે અને આ તમામ વર્ગ સરકારથી નારાજ છે.જેથી બીજેપીને મતોનો સીધો ફાયદો જોવા મળે.તો બીજી તરફ એક સ્થિતિ એ પણ સામે આવે કે સૌરાષ્ટ્રમાં ગત ચુંટણીમાં જે પાટીદાર આંદોલનની અસર જોવા મળી હતી તેના કારણે નુકશાન થયું હતું જેમાં પણ ફાયદો જોવા મળે આમ નરેશ પટેલના રાજકારણમાં નહિ આવવાના કારણે સમીકરણો બદલાશે.

જેથી હવે આગામી ચુંટણીમાં રાજકીય સમીકરણો બદલાશે અને બીજેપીને આ મતોમાં ધ્રુવીકરણ કરાવવું બીજેપી માટે જરૂરી બની ગયું છે.જો આ ધ્રુવીકરણ નહિ કરાવે તો કોંગ્રેસને ફાયદો થશે હા એ વાત સાચી કે આમ આદમી પાર્ટી ના કારણે મતોમાં ફેરફાર જોવા મળશે પરંતુ બીજેપીને સીટો કબજે કરવા વધારે કવાયતની જરૂરિયાત ઉભી થશે અને તેની અસર આગામી સમયમાં સૌરાષ્ટ્ર માં જોવા મળશે.

આ પણ વાંચો:અમેરિકનોને જાહેરમાં બંદૂકો રાખવાનો અધિકાર છે

આ પણ વાંચો: રેડિસન બ્લુ હોટલમાં 56 લાખના રૂમમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્યોના જલસા

આ પણ વાંચો:ગુજરાતમાં મહિલાઓને ટિકિટ ફાળવણીમાં કોણ આગળ, કોંગ્રેસ કે BJP?