Cyclone Biporjoy/ બિપરજોય વાવાઝોડાને લઇને જામનગર તંત્ર દ્વારા એલર્ટ જારી કરાયું

બિપરજોય વાવાઝોડાને લઇને જામનગર તંત્ર દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે.જેટલા પણ નીચાણવાળા વિસ્તાર છે ત્યાંથી 3200 લોકોનું સ્થળાંતર કરાવવામાં

Top Stories Gujarat
jamnagar

બિપરજોય વાવઝોડું વધુને વધુ આક્રમક બનીને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. પોરબંદર, દ્વારકા અને કચ્છ, મોરબી, જામનગર સહિતના જિલ્લા વધુ પ્રભાવિત થવાની શકયતા છે. ગઈકાલથી વાવઝોડાની અસર વધારેને વધારે જોવા મળી રહી છે. તેજ ગતિએ પવન ફૂંકાઇ રહ્યો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે.

આ સાથે જ હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલએ આગાહી કરી છે. તેમને કહ્યું છે કે 14 થી 16 જૂન ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે જ આ વરસાદ ભારે પવન અને ગાજવીજ સાથે પડવાની સંભાવના રહેલી છે. આ ઉપરાંત કયા ક્યાં વિસ્તારમાં વરસાદ વરસી શકે છે તે પણ તેમને જણાવ્યું હતું.

આ સાથે જ બિપરજોય વાવાઝોડાને લઇને જામનગર તંત્ર દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે.જેટલા પણ નીચાણવાળા વિસ્તાર છે ત્યાંથી 3200 લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. આ સાથે જ સાંજ સુધીમાં કુલ 8500 લોકોનું સ્થળાંતર કરાવી દેવામાં આવશે. આ માટે SDRF અને NDRFની 2-2 ટીમને તૈનાત કરવામાં આવી છે. જેમાં 13 મીઠાના યુનિટોના 355 અગિયારીઓનું સ્થળાંતર કરાવી દેવામાં આવ્યું છે. SDRF અને NDRFની ટીમ પુરજોશથી આ કાર્યમાં લાગી ગઈ છે.

બિપરજોય વાવાઝોડાને ધ્યાનમાં લઇ ગુજરાતના મુખ્ય સચિવ રાજ કુમારે એક બેઠક યોજી છે. બિપરજોય વાવાઝોડાને સંદર્ભે વિડીયો કોન્ફરન્સ મારફતે આ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. જામનગરના પ્રભારી સચિવ અનુપમ આનંદ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત કઈ કઈ કામગીરી કરવાની છે તેને લઈને કલેક્ટર, કમિશ્નરે માહિતી આપી હતી. જેમાં વાવાઝોડાની પરિસ્થિતિને કઈ રીતે પહોંચી વળવાનું છે તે દરેક બાબત અંગે માહિતી આપવામાં આવું હતી.

આ ગંભીર પરિસ્થિતિમાં જામનગર તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. પરિસ્થિતિને અનુકુળ જામનગર તંત્રની સતત કામગીરી જોવા મળી રહી છે. દરેક જોખમી અને ભયજનક વિસ્તારોમાથી 73 પ્રસુતાઓનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. આ સાથે જ પ્રસુતાઓને નજીકના આરોગ્ય કેન્દ્રો ખાતે રીફર કરાયાં છે. 73 પૈકીના 9 સગર્ભા બહેનોની સફળ પ્રસૂતિ થઇ છે. જામનગરની આરોગ્ય શાખા દ્વારા વ્યાપક પગલાંઓ લેવાયા છે દરેક સગર્ભા મહિલાઓની સારી રીતે સંભાળ રાખવામાં આવી રહી છે.

બિપરજોય વાવાઝોડાને ધ્યાનમાં રાખીને જામનગરથી પોરબંદરની તમામ ST બસોને બંધ કરવામાં આવી છે. આ સાથે જ દ્વારકા, ખંભાળિયા સહિતની પણ તમામ ST બસો બંધ કરાઈ છે. આ નિર્યણ વાવાઝોડાને પગલે લેવામાં આવ્યો છે, હાલ માત્ર રાજકોટની થોડી જ બસોને ચાલુ રાખવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આજે સાંજ સુધીમાં મોટાભાગની ST બસોને બંધ કરી દેવામાં આવશે. તંત્રએ વાવાઝોડાને પગલે લોકોને સલામત સ્થળે રહેવા અપીલ કરી છે.

જામનગર  દરિયાકાંઠા નજીક થી બિપરજોય વાવાઝોડુ પસાર થવાની આગાહીના પગલે ભારે વરસાદની સંભાવનાના પગલે કલેકટર દ્રારા વેપાર ધંધા,ખાનગી ઉધોગગુહો ઉત્પાદન યુનિટોમાં કામ કરતા કર્મચારીઓ અને ઉદ્યોગ ગૃહોની સલામતીના ભાગ રૂપે તા.14 અને તા.15.6.2023  સ્વેચ્છાએ બંધ રાખવા અપીલ કરી છે

WhatsApp Image 2023 06 13 at 4.21.04 PM બિપરજોય વાવાઝોડાને લઇને જામનગર તંત્ર દ્વારા એલર્ટ જારી કરાયું

આ સાથે થોડા રાહતના સમાચાર આપ્યા છે, છેલ્લા કેટલાક દિવસમાં જોર પકડેલા આ બિપોરજોય વાવાઝોડાનું જોર ઘટવાની શક્યતા વ્યક્ત કરી છે. મળતી માહિતી અનુસાર જયારે આ વાવાઝોડું સૌરાષ્ટ્રના કાંઠે આવશે ત્યારે ધીમું પડી શકે છે. આ સાથે જ ભારે પવન રહેશે જે 110 પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાશે.

આ પણ વાંચોઃ ચક્રવાત બિપરજોય/ બિપરજોય વાવાઝોડાની અસરઃ જાફરાબાદના દરિયામાં 30 ફૂટના ઉછળ્યા મોજા

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ બિપરજોય વાવાઝોડાને લઈને વન વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો શું કહ્યું

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ વાવાઝોડાની અસરથી જાફરાબાદના દરિયામાં ભારે કરંટ, મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડો ટીમ તૈનાત

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર-વાવાઝોડું-વરસાદ/ વાવાઝોડા પૂર્વે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગઃ આઠ-આઠ ઇંચ વરસાદ

આ પણ વાંચોઃ ચક્રવાત બિપરજોય/ બિપરજોયનો સામનો કરવા અમિત શાહે યોજી બેઠક