Not Set/ ગુજરાતમાં છેલ્લા એક મહિના કોરોના ટેસ્ટિંગના દૈનિક ટેસ્ટમાં ઘટાડો નોંધાયો

ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં જે પ્રકારે નિરંતર ઘટાડો થતાં દૈનિક ટેસ્ટની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. ૨૭ દિવસમાં જ કોરોનાના દૈનિક ટેસ્ટની સંખ્યામાં ૧ લાખનો ઘટાડો થયો છે. ગત તા.૨૨ એપ્રિલના રોજ રાજ્યમાં ૧,૮૯,૯૦૨ ટેસ્ટ થયા હતા, જે ૧૯મી મેના રોજ ઘટીને આ સંખ્યા ૮૯,૯૩૯ થઈ છે. ૨૦૨૧ના જાન્યુઆરીથી દૈનિક ટેસ્ટ ૧ લાખની આસપાસ […]

Gujarat
kandala 2 8 ગુજરાતમાં છેલ્લા એક મહિના કોરોના ટેસ્ટિંગના દૈનિક ટેસ્ટમાં ઘટાડો નોંધાયો

ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં જે પ્રકારે નિરંતર ઘટાડો થતાં દૈનિક ટેસ્ટની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. ૨૭ દિવસમાં જ કોરોનાના દૈનિક ટેસ્ટની સંખ્યામાં ૧ લાખનો ઘટાડો થયો છે. ગત તા.૨૨ એપ્રિલના રોજ રાજ્યમાં ૧,૮૯,૯૦૨ ટેસ્ટ થયા હતા, જે ૧૯મી મેના રોજ ઘટીને આ સંખ્યા ૮૯,૯૩૯ થઈ છે. ૨૦૨૧ના જાન્યુઆરીથી દૈનિક ટેસ્ટ ૧ લાખની આસપાસ કરવામાં આવતા હતા, જે જાન્યુઆરીના છેલ્લા દિવસથી દૈનિક ટેસ્ટની સંખ્યામાં નિરંતર ઘટાડો થયો હતો. આ સમયે દૈનિક કેસની સંખ્યા પણ ઘટવા લાગી હતી.

ફેબ્રુઆરી-૨૦૨૧માં દૈનિક ટેસ્ટની સંખ્યા ૩૦ હજારથી પણ ઓછી રહી હતી. જોકે બાદમાં માર્ચ મહિનામાં સંક્રમણ વધતા ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી હતી. માર્ચ-૨૦૨૧માં એટલે કે, ૩૦મી માર્ચે રાજ્યના દૈનિક કેસની સંખ્યા વધીને ૯૦ હજાર થઈ હતી. એપ્રિલ-૨૦૨૧માં કોરોનાએ ગુજરાતમાં હાકાર મચાવ્યો હતો.

આ મહિનામાં રોજે રોજ દોઢ લાખ કરતાં વધુ ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. સૌથી વધુ ૨૨ એપ્રિલના એક જ દિવસમાં ૧,૮૯,૯૦૨ ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. મે મહિનાની ૧૮મી તારીખ સુધી ગુજરાતમાં ટેસ્ટની સંખ્યા એક લાખથી વધુ હતી. મે મહિનામા સૌથી વધુ ટેસ્ટ ૧૨ મેના રોજ ૧,૪૩,૬૫૮ થયાં હતા. છેલ્લે ૧૮મી મેના રોજ ૧,૧૪,૬૬૪ ટેસ્ટ થયાં હતા. જે ૧૯મીએ ઘટીને ૮૯,૯૩૯ થયા.

ગુજરાતમાં કોરોના ની બીજી લહેર માર્ચ-૨૦૨૧થી શરૂ થઈ હતી, જે એપ્રિલ મહિનામા પીક ઉપર પહોચી હતી. આ સમય દરમિયાન એટલે કે, એપ્રિલ-૨૦૨૧માં અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક ટેસ્ટ થયા હતા. એપ્રિલનો આખો મહિનો ગુજરાતમાં દૈનિક ટેસ્ટની સંખ્યા સવા લાખથી લઈને ૧.૮૯ લાખ સુધી રહી હતી. એ પછી મે મહિનામાં દૈનિક કેસની સંખ્યા ઘટતા ટેસ્ટની સંખ્યા ક્રમશઃ ઘટી છે. જોકે હવે રાજ્યમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં ઝડપતી ઘટાડો થવા લાગ્યો છે. રાજ્યમાં કેસ ૫ હજારથી ઓછા નોંધાવા લાગ્યાં છે. માત્ર ૨૦ દિવસમાં કેસની સંખ્યા ત્રણ ઘણી ઘટી હોવાથી ટેસ્ટનું ભારણ પણ ઘટી ગયું છે.