Not Set/ પંજાબમાં મોટી દુર્ઘટના, ફાઇટર જેટ મિગ-21 થયુ ક્રેશ

પંજાબનાં મોગામાં લડાકુ વિમાન મિગ 21 મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ ક્રેશ થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, તાલીમને લીધે પાઇલોટ અભિનવે મિગ-21 થી રાજસ્થાનનાં સુરતગઢથી ઉડાન ભરી હતી, ત્યારબાદ વિમાન ક્રેશ થયું હતું.

Top Stories India
a પંજાબમાં મોટી દુર્ઘટના, ફાઇટર જેટ મિગ-21 થયુ ક્રેશ

પંજાબનાં મોગામાં લડાકુ વિમાન મિગ 21 મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ ક્રેશ થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, તાલીમને લીધે પાઇલોટ અભિનવે મિગ-21 થી રાજસ્થાનનાં સુરતગઢથી ઉડાન ભરી હતી, ત્યારબાદ વિમાન ક્રેશ થયું હતું. એવું પણ જાણવા મળ્યુ છે કે પાઇલોટ અભિનવ જેટમાંથી બહાર નીકળી ગયા હતા, તેમની શોધ કરવામાં આવી રહી છે.

ભારે વરસાદ / દિલ્હીમાં વરસાદે તોડ્યો મે મહિનાનો 120 વર્ષનો રેકોર્ડ, જાણો વરસાદની સ્થિતિ

ભારતીય વાયુસેનાનાં અધિકારીઓ કહે છે કે, ફાઇટર જેટ મિગ-21 મોગાનાં એક શહેર બાગપુરાનાં ગામ લંગિયાના ખુર્દ નજીક સવારે 1 વાગ્યાની આસપાસ ક્રેશ થયું હતું. પ્રશાસન અને સૈન્યનાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે, પરંતુ પાઇલોટ અભિનવ હજી સુધી મળી શક્યા નથી. તેમની શોધ માટે એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

તાઉતેની તબાહી / આ જિલ્લામાં ૪૦,૦૦૦ એકરમાં મીઠાનું ધોવાણ, રૂ 50 થી ૭૦ કરોડ નું નુકસાન,અગરિયાઓની રાહત પેકેજની માંગ

આપને જણાવી દઇએ કે, એક સમયે ફાઇટર જેટ મિગ-21 વિમાનને ભારતીય વાયુ સેનાનો આધાર ગણવામાં આવતો હતો. હવે તેના ચાર સ્ક્વોડ્રન બાકી છે. તેઓની સંભાળ અને અપગ્રેડ ભલે કરવામાં આવી હોય પરંતુ આ વિમાન ઉડાન માટે યોગ્ય નથી. બાલાકોટ એરસ્ટ્રાઇક પછી, મિગ-21 બાઇસન વિમાન દ્વારા પાકિસ્તાની લડાકુ વિમાનોનાં છક્કા છોડાવી દીધા હતા. આપને જણાવી દઈએ કે આ પહેલા 17 માર્ચે પણ મિગ-21 પણ ક્રેશ થયું છે. ભારતીય વાયુસેનાનું મિગ 21 ફાઇટર વિમાન ટેકઓફ દરમિયાન ક્રેશ થયું હતું. આ સમય દરમિયાન, વિમાન ઉડાવી રહેલા પાઇલોટ જૂથ કેપ્ટન આશિષ ગુપ્તા અકસ્માતમાં શહીદ થયા હતા.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

kalmukho str 17 પંજાબમાં મોટી દુર્ઘટના, ફાઇટર જેટ મિગ-21 થયુ ક્રેશ