Not Set/ ઘાટીમાં હજુપણ આટલા આતંકવાદીઓ સક્રીય છે જાણો વિગત…

પોલીસ અધિકારીએ કહ્યું, “આ વર્ષે 24 નવેમ્બર સુધી, ઘાટીમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સેના સાથેની અથડામણમાં 148 આતંકવાદીઓ માર્યા ગયા છે

Top Stories India
police 1 ઘાટીમાં હજુપણ આટલા આતંકવાદીઓ સક્રીય છે જાણો વિગત...

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે કાર્યવાહી ચાલુ છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સે બુધવારે જણાવ્યું હતું કે હાલમાં કાશ્મીર ઘાટીમાં લગભગ 199 આતંકવાદીઓ સક્રિય છે. જેમાંથી 110 આતંકવાદીઓ સ્થાનિક અને 89 વિદેશી છે. કાશ્મીર ખીણ સાથે સંકળાયેલી અનેક ગુપ્તચર એજન્સીઓના અહેવાલને ટાંકીને એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે ઘાટીમાં કુલ 199 આતંકવાદીઓ સક્રિય છે. તેમાં 110 સ્થાનિક અને 89 વિદેશી છે.

પોલીસ અધિકારીએ કહ્યું, “આ વર્ષે 24 નવેમ્બર સુધી, ઘાટીમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સેના સાથેની અથડામણમાં 148 આતંકવાદીઓ માર્યા ગયા છે.” જેમાંથી 127 સ્થાનિક અને 21 વિદેશી છે. તેમણે વધુમાં કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં મોટી સંખ્યામાં CRPF જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ઘાટીમાં લગભગ 65,000 CRPF જવાનો તૈનાત છે. આ સિવાય ઘાટીમાં નાગરિકો પર થયેલા હુમલા બાદ CRPFની વધારાની 25 કંપનીઓ પણ ત્યાં તૈનાત કરવામાં આવી છે.

સીઆરપીએફના એક અધિકારીએ જણાવ્યું કે આ વર્ષે આતંકવાદીઓ સામે લડતા સીઆરપીએફના કુલ 11 જવાન શહીદ થયા છે. એવું કહેવામાં આવ્યું હતું કે છેલ્લા સાત દિવસમાં કુલ 27 ડાબેરી ઉગ્રવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં છત્તીસગઢમાંથી 13, બિહારમાંથી ત્રણ અને ઝારખંડમાંથી 11ની ધરપકડ કરવામાં આવી હતી.