Loan Scam/ બનાસકાંઠામાં એક ખેડૂત દંપત્તિ સાથે લોન આપવાનાં બહાને કરાઇ લાખોની છેતરપિંડી

કોરોનાકાળમાં પહેલાથી જ મુસિબતનો ભાર ઉચકીને ચાલતા બનાસકાંઠા ડીસાનાં ખેડૂત દંપત્તિને એક શખ્સે લોન આપવાના બહાને ઠગી દીધા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

Top Stories Gujarat
ipl2020 79 બનાસકાંઠામાં એક ખેડૂત દંપત્તિ સાથે લોન આપવાનાં બહાને કરાઇ લાખોની છેતરપિંડી

કોરોનાકાળમાં પહેલાથી જ મુસિબતનો ભાર ઉચકીને ચાલતા બનાસકાંઠા ડીસાનાં ખેડૂત દંપત્તિને એક શખ્સે લોન આપવાના બહાને ઠગી દીધા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જગતનો તાત કહેવાતા ખેડૂત માટે દેશમાં મોટી મોટી વાતો થતી તમે ઘણીવાર સાંભળી હશે, પરંતુ હવે આ જ જગતનાં તાતની સાથે છેટરપિંડી કરવામાં આવી છે.

પેસિફિક મોલમાં બનાવવામાં આવ્યું અયોધ્યા રામ મંદિરનું મોડેલ, જોવા માટે ઉમટી લોકોની ભીડ

મળી રહેલી માહિતી અનુસાર, ખેડૂત દંપત્તિને લોન અપાવવાનું કહીને તેમની પાસેથી કોરા ચેક સહિતનાં ડોક્યુમેન્ટ લેવામાં આવ્યા હતા અને આ જ આધેર અંદાજીત રૂપિયા 13.50 લાખની છેતરપિંડી આ ખેડૂત દંપત્તિ પાસે આચરી હોવાનુ સામે આવી રહ્યુ છે. આ સમગ્ર મામલે યોગેશ ઉર્ફે પપ્પુ પ્રહલાદ સામે ફરિયાદ નોંધાઇ છે.

આજે છે દશેરા, જાણો આજનાં દિવસમાં રાવણની અમુક ચોંકાવી દેતી વાતો વિશે

જણાવી દઇએ કે, ખેડૂત દંપત્તિએ પોતાના ખેતર પર લોન લેવાની જરૂર પડી હતી, જેને લઇને પ્રકાશ નામના એક શખ્સને તેમણે પોતાના ડોક્યુમેન્ટ આપ્યા હતા, પરંતુ આ શખ્સે આ ડોક્યુમેન્ટનાં આધારે અન્ય પ્રોપર્ટી ખરીદી અને તેના ઉપર 13.50 લાખની લોન લેતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

હૈદરાબાદ સામે પંજાબની ટીમનો શાનદાર વીજય

ત્યારબાદ જ્યારે બેંકનાં અધિકારીઓ દ્વારા ઉઘરાણી કરાવામાં આવી ત્યારે આ ખેડૂત દંપત્તિને સમગ્ર મામલાની ખબર પડી હતી, ત્યારબાદ આ દંપત્તિએ પ્રકાશ નામનાં શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. આ ડોક્યુમેન્ટ કેવી રીતે ઉઘરાવવામાં આવ્યા અને તેનો કેટલી જગ્યાએ ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની હવે પોલીસ તપાસ કરી રહી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…