દેશમાં આ દિવસોમાં કોરોનાવાયરસનાં નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વળી, દરરોજ આવતા નવા કેસની સંખ્યા કરતા ઠીક થતા દર્દીઓની સંખ્યા વધારે છે. દેશમાં ચેપગ્રસ્ત કોરોનાની કુલ સંખ્યા 78.64 લાખ પર પહોંચી ગઈ છે.
રવિવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં Covid-19 નાં 50,129 નવા કેસ નોંધાવાની સાથે કુલ કેસની સંખ્યા 78,64,811 પર પહોંચી ગઈ છે. વળી છેલ્લા 24 કલાકમાં વાયરસનાં કારણે 578 લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોનાને કારણે દેશમાં અત્યાર સુધીમાં 1,18,534 લોકોએ જીવ ગુમાવ્યો છે.
With 50,129 new #COVID19 infections, India's total cases surge to 78,64,811. With 578 new deaths, toll mounts to 1,18,534.
Total active cases are 6,68,154 after a decrease of 12,526 in last 24 hrs
Total cured cases are 70,78,123 with 62,077 new discharges in last 24 hrs pic.twitter.com/vUO8hHEofc
— ANI (@ANI) October 25, 2020
આરોગ્ય મંત્રાલયનાં તાજેતરનાં આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 62,077 દર્દીઓ ઠીક થયા છે. આ સાથે, અત્યાર સુધીમાં કુલ 70,78,123 લોકો COVID-19 ને હરાવી શક્યા છે. કોરોનાનાં નવા કેસોમાં ઘટાડો અને દર્દીઓનું વધુ પ્રમાણમાં ઠીક થવુ જે એક રાહતનો સમાચાર છે. છેલ્લા ઘણા દિવસોથી, દરરોજ આવતા નવા કેસોની સંખ્યા દર્દીઓમાં ઠીક કરતા ઓછી છે. જેના કારણે, સક્રિય કેસોમાં ઘટાડો થયો છે. દેશમાં 6,68,154 એક્ટિવ કોરોના કેસ છે. દેશમાં કોરોના રિકવરી દર 89.99 ટકા છે જ્યારે સક્રિય દર્દી 8.49 ટકા છે. વળી મૃત્યુ દર 1.50 ટકા છે. દૈનિક ટેસ્ટ દરમિયાન ચેપગ્રસ્ત દર્દીઓનો દર 4.39 ટકા છે. ભારતનો રિકવરી દર વિશ્વનાં ઘણા દેશો કરતા ઘણો વધારે છે.
