Not Set/ લોકસભા ચુંટણી 2019: સસ્પેંસનો અંત, 28 માર્ચે કોંગ્રેસમાં જોડાશે શત્રુઘ્ન સિન્હા

દિલ્હી, સિને અભિનેતા અને ભાજપના સાંસદ શત્રુઘ્ન સિન્હાની કોંગ્રેસમાં જોડાવાની તારીખ નિર્ધારિત થઇ ગઈ છે. 28 માર્ચના રોજ ભાજપનો શત્રુ કોંગ્રેસમાં જોડાશે. આ વિશે માહિતી આપતા બિહાર કોંગ્રેસના નેતા અને સાંસદ અખિલેશ પ્રસાદ સિંહે કહ્યું કે તેઓ 28 માર્ચના રોજ સાંજે 11 વાગ્યે કોંગ્રેસની સદસ્યતા પ્રાપ્ત કરશે. આ પહેલા શત્રુઘ્ન સિન્હાને 24 મી માર્ચે દિલ્હીમાં […]

Top Stories India

દિલ્હી,

સિને અભિનેતા અને ભાજપના સાંસદ શત્રુઘ્ન સિન્હાની કોંગ્રેસમાં જોડાવાની તારીખ નિર્ધારિત થઇ ગઈ છે. 28 માર્ચના રોજ ભાજપનો શત્રુ કોંગ્રેસમાં જોડાશે. આ વિશે માહિતી આપતા બિહાર કોંગ્રેસના નેતા અને સાંસદ અખિલેશ પ્રસાદ સિંહે કહ્યું કે તેઓ 28 માર્ચના રોજ સાંજે 11 વાગ્યે કોંગ્રેસની સદસ્યતા પ્રાપ્ત કરશે.

આ પહેલા શત્રુઘ્ન સિન્હાને 24 મી માર્ચે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે કૉંગ્રેસમાં જોડાવાની વાત સામે અવી હતી. પરંતુ તેવું કંઈ થયું નથી. સિન્હા હાલ પટના સાહિબથી ભાજપના સાંસદ છે. એવી અટકળો છે કે તે પટના સાહિબના કોંગ્રેસના ઉમેદવાર હશે. ભાજપે પટના સાહિબથી શત્રુઘ્ન સિન્હાને ટિકિટો આપી નથી અને આ વખતે તેમની જગ્યાએ રવિશંકર પ્રસાદને ટિકિટ આપી છે.

પટના સાહિબ પ્રદેશના સાંસદ શત્રુઘ્ન સિન્હાએ મહાગઠબંધનના તૂટેલા તારને જોડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પટના સાહિબ બેઠક પરથી ‘બિહારી બાબુ’ કેન્દ્રીય પ્રધાન રવિ શંકર પ્રસાદ સામે ચૂંટણી લડી શકે છે. જોકે મહાગઠબંધનના ઉમેદવારના નામની જાહેરાતની હજુ જાહેરાત થઈ નથી, પરંતુ તેમને ટિકિટ મળે તેવું માનવામાં અવી રહ્યું છે.

તાજેતરમાં જ શત્રુઘ્ન સિન્હાએ પાર્ટી છોડી જવાનો સંકેત આપ્યો હતો. તેણે ટ્વીટ કર્યું હતું કે, “મોહબ્બત કરને વાલે કમ ન હોગે, (શાયદ) તેરી મહેફિલ મેં હમ ન હોંગે,”તેમણે એક પછી એક ટ્વિટ કર્યા. જેમાં તેમને ઈશારા-ઈશારામાં ઘણી બાબતો કહી.એક ટ્વીટમાં, તેમણે લખ્યું, “સાર રાષ્ટ્ર તમારું સમ્માન કરે છે, પર નેતૃત્વમાં વિશ્વસનીયતા અને વિશ્વાસનો અભાવ છે.”