Gandhinagar/ સ્વર્ણિમ સંકુલમાં કોરોનાનું સંક્રમણ આટલા કર્મચારીઓ થયાં સંક્રમિત 

ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં કોરોનાનું સંક્રમણ આટલા કર્મચારીઓ અ સંક્રમિત 

Top Stories Gujarat Others
amerika 4 સ્વર્ણિમ સંકુલમાં કોરોનાનું સંક્રમણ આટલા કર્મચારીઓ થયાં સંક્રમિત 
  • સ્વર્ણિમ સંકુલ-1માં મુલાકાતીઓ પર પ્રતિબંધ
    ISOના પ્રતિનિધિઓની મુલાકાત બાદ ચેપની શંકા
    11 કર્મચારીઓને કરાયા હોમ આઇસોલેટ

ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઘટાડો નોધાયો છે. છતાય એક ચિંતા જનક અને ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં કોરોનાનું સંક્રમણ સામે આવ્યું છે. એક બે નહિ પંરતુ પુરા ૧૧ કર્મચારી કોરોના સંક્રમિત મળી આવ્યા છે. વહિવટી બ્રાંચમાં 11 કર્મચારીઓ કોરોના સંક્રમિત મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

૧૧ કોરોના સંક્રમિત મળી આવતા સ્વર્ણિમ સંકુલ-1માં  મુલાકાતીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ISOના પ્રતિનિધિઓની મુલાકાત બાદ ચેપની શંકા વ્યક્ત કરાઈ છે. 11 કર્મચારીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.

નોધનીય છે કે ગુજરાત સરકારના ચૂંટાયેલા મંત્રીઓ અહીં જ બેસે છે. અને કોરોના સંક્રમણને નાથવા માટે  સ્વર્ણિમ સંકુલ 1 ખાતે થર્મલ કેમેરા સાથે મોનિટરિંગ કરતું અદ્યતન ટેકનોલોજી વાળું સ્વદેશી મશીન આયુષ્કામ 20 મૂકવામાં આવ્યું હતું. આ મશીનની અંદર થર્મલ કેમેરા લગાડવામાં આવ્યા છે જે કોઈપણ વ્યક્તિનું બોડીનું તાપમાન અને તેનું ઓક્સિજન લેવલ ચેક કરે છે. પ્રતિ કલાકે 200 વ્યક્તિઓનું સરળતાથી સ્ક્રીનિંગ કરી શકે છે. છતાય આ સંકુલમાં કોરોના કયાંથી આવ્યો..?

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…