- કોંગ્રેસના વધુ એક નેતાનું રાજીનામુ
- કોંગ્રેસના નેતા દિનેશ શર્માએ આપ્યું રાજીનામું
- નારાજ નેતા કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો
- બે દિવસ પહેલા ટ્વીટ કરીને નારાજગી વ્યક્ત કરી
દેશમાં કોંગ્રેસની સ્થિતિ કથળી રહી છે, વિખવાદ અને જૂથવાદના લીધે કોંગ્રેસના અનેક રાજ્યમાં અનેક નેતાઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે, ગુજરાતમાં પણ કોંગ્રેસની સ્થિતિ હાલ કપરી બની છે અનેક નેતાઓ નારાજ જોવા મળી રહ્યા છે ,હાલ ગુજરાત કોંગ્રેસમાં રાજીનામાની વણઝાર ચાલી રહી છે, બે દિવસ પહેલા જ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પ્રવકતા જયરાજસિંહ પરમાર સિંહે રાજીનામું આપીને ભાજપનો કેસરીયા ખેસ ધારણ કરી લીધો હતો, આજે એક વધુ કોંગ્રેસી નેતા અને અમદાવાદ કોર્પોરેશનના પૂર્વ વિપક્ષી નેતા દિનશે શર્માએ રાજીમામું આપી દીધો છે.
કોંગ્રેસના નેતા દિનેશ શર્માએ બે દિવસ પહેલા જ ટ્વિટ કરીને નારાજગી વ્યકત કરી હતી, વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ સાથે અનેક દિગ્ગજ નેતા છેડો ફાડી રહ્યા છે, દિનેશ શર્માએ આજે રાજીનામું આપી દીધી છે અટકળો એવી છે કે તે ભાજપમાં જોડાઇ શકે છે.