રાજકોટ/ પ્રેમીએ પૂર્વ પ્રેમિકાના સાથેની અંગતપળોની તસવીરો કરી વાયરલ,લોકોએ યુવકને કપડાં કાઢી ચખાડ્યો મેથીપાક

કોલેજમાં સાથે અભ્યાસ કરતાં યુવક-યુવતી વચ્ચે પ્રેમસંબંધ હતા. જોકે, યુવતીએ પ્રેમસંબંધ પૂરો કરી દેતા યુવકે અશ્લીલ તસવીરો વાયરલ કરી દેતા હોબાળો મચી ગયો હતો.

Gujarat Rajkot
પૂર્વ પ્રેમિકાના
  • યુવતીના ફોટા વાયરલ કરવો પડ્યો ભારે
  • રાજકોટમાં પૂર્વ પ્રેમીને ચખાડ્યો મેથીપાક
  • લોકોએ પૂર્વ પ્રેમીને ચખાડ્યો મેથીપાક
  • શહેરના યુનિ. રોડ પર લોકોએ માર્યો માર
  • યુવકને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યો
  • પોલીસે યુવક યુવતીનું લીધુ નિવેદન

ગુજરાતમાં એક પછી એક પાગલ પ્રેમીઓના કૃત્યો સામે આવી રહ્યા છે. ત્યારે આવામાં વધુ એક પ્રેમમાં પાગલ યુવકે તેની પૂર્વ પ્રેમિકાના ફોટા વાયરલ કરવા ભારે પડ્યા છે. બનાયું એવું કે, રાજકોટની એક કોલેજમાં સાથે અભ્યાસ કરતા યુવક-યુવતી વચ્ચેના પ્રેમસંબંધનો અંત આવતા રોષે ભરાયેલા યુવકે યુવતીનો અંગત પળોના ફોટો ફરતો કરી દેતાં હોબાળો મચી જવા પામ્યો હતો. યુવતીએ  યુનિવર્સિટી રોડ પર મેથીપાક ચખાડ્યો હતો. યુનિવર્સિટી પોલીસ દ્વારા યુવક યુવતીનું નિવેદન લેવામાં આવ્યું. સારવાર અર્થે યુવકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, શહેરની એક કોલેજમાં સાથે અભ્યાસ કરતાં યુવક-યુવતી વચ્ચે પ્રેમસંબંધ હતા. જોકે, યુવતીએ પ્રેમસંબંધ પૂરો કરી દેતા યુવકે અશ્લીલ તસવીરો વાયરલ કરી દેતા હોબાળો મચી ગયો હતો. દરમિયાન યુવકે પરાણે સંબંધ રાખવા દબાણ કરી બાઇક પર બેસાડવાનો પ્રયાસ કરતાં લોકો ભેગા થઈ ગયા હતા અને પૂર્વ પ્રેમી ધોલાઇ કરી નાંખી હતી.

જો કે મંગળવારે સાંજે યુવતી દ્વારકાધીશ હોટેલ પાસે હતી ત્યારે તેનો પૂર્વ પ્રેમી સ્કૂટર લઇને ત્યાં આવ્યો હતો. સંબંધ રાખવા યુવત પર દબાણ કરવા લાગ્યો હતો. એટલું જ નહિ, યુવતીને બળજબરીથી પોતાના સ્કૂટર પાછળ બેસાડવાના ખેલ શરૂ કર્યો હતો. પરંતુ યુવતી સાથે જાહેરમાં બઘડાટી કરી રહેલા શખ્સને જોઈ લોકોના ટોળાં એકઠા થયા હતા અને યુવકની ધોલાઇ કરી હતી, ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસની ટીમ દોડી ગઇ હતી અને યુવક તથા યુવતીને પોલીસ મથકે લઇ જવાય હતા, યુવકને ઇજા થઇ હોવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

રાજકોટમાં પતિ, પત્ની ઔર વોની ઘટના 

આપને જણાવી દઈએ કે આ પહેલા રાજકોટમાં પતિ, પત્ની ઔર વો ની ઘટનામાં પત્નીએ અન્યો સાથે ભેગા મળી પતિની પ્રેમિકાનું અપહરણ કરી તેને ઢોર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે..રાજકોટના પારેવડી ચોકમાં રહેતો મોહસીન નામનો વ્યક્તિ જ્યારે પ્રેમિકા સાથે સાયકલની ખરીદી કરવા ગયો હતો, ત્યારે તેની પત્ની બન્નેને સાથે જોઈ જતાં માથાકૂટ થઈ હતી.બાદમાં મોહસીનની પત્નીએ પોતાના બે સાથીદારો સાથે મળી પતિની પ્રેમિકાનું અપહરણ કરી અવધ રોડ પર લઈ ગયા.જ્યાં ત્રણેયએ સાથે મળી મહિલાના હાથ વાયરથી બાંધી તેને ફટકારી ફરાર થઈ ગયા..હાલ મહિલા રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ છે.

આ પણ વાંચો :અમદાવાદમાં ટ્રેન ઉથલાવવાનું ખતરનાક કાવતરું, 134 સ્લેપાટના 286 એન્કર ERC ઉખાડી દીધા

આ પણ વાંચો :વિદ્યાર્થીની લગ્નના માંડવેથી આવી પરીક્ષા આપવા માટે, અન્ય યુવતિઓ માટે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું

આ પણ વાંચો :ભ્રષ્ટાચારના આરોપ મામલે પૂર્વ મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીએ કર્યો પલટવાર,’મને બદનામ કરવાનું રાજકીય

આ પણ વાંચો :સાયલા લાલજી મહારાજની મંદિરે સનાતન હિન્દૂ ધર્મ સભા અને ગુરુ વંદના મંચ અંતર્ગત સંત સંમેલન યોજાયું

આ પણ વાંચો :સૌની યોજના થકી રાજકોટ નીર ચાલુ, ઝાલાવાડ નાં ખેડૂતો કૂવા કાંઠે તરસ્યા