Not Set/ જો તમે બીમાર હોવ તો ડ્રાઇવ કરતા કરજો વિચાર, જીવલેણ અકસ્માત થયો તો આવો ગંભીર ગુનો દાખલ થઈ શકે છે

રાજ્યમાં હવે બીમારીમાં વાહન ચલાવતા પહેલા વિચાર કરવો પડે તેવો છે.એક બીમાર વ્યક્તિએ કાર ચલાવીને અકસ્માત કર્યો તો તેની વિરુદ્ધ બિન ઇરાદાપૂર્વકની હત્યાનો ગુનો ગાંધીનગર પોલીસે નોંધ્યો છે. ગાંધીનગરમાં રહેતા એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા વ્યક્તિ વિરુદ્ધ IPCની કલમ 304 અંતર્ગત હત્યાની શ્રેણીમાં ન આવતો પરંતુ બિન ઈરાદાપૂર્વક હત્યા કર્યાનો આરોપ નોંધ્યો છે. મળતી માહિતી […]

Top Stories Gujarat
mayaaa 6 જો તમે બીમાર હોવ તો ડ્રાઇવ કરતા કરજો વિચાર, જીવલેણ અકસ્માત થયો તો આવો ગંભીર ગુનો દાખલ થઈ શકે છે

રાજ્યમાં હવે બીમારીમાં વાહન ચલાવતા પહેલા વિચાર કરવો પડે તેવો છે.એક બીમાર વ્યક્તિએ કાર ચલાવીને અકસ્માત કર્યો તો તેની વિરુદ્ધ બિન ઇરાદાપૂર્વકની હત્યાનો ગુનો ગાંધીનગર પોલીસે નોંધ્યો છે. ગાંધીનગરમાં રહેતા એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા વ્યક્તિ વિરુદ્ધ IPCની કલમ 304 અંતર્ગત હત્યાની શ્રેણીમાં ન આવતો પરંતુ બિન ઈરાદાપૂર્વક હત્યા કર્યાનો આરોપ નોંધ્યો છે.

મળતી માહિતી પ્રમાણે 12 ઓક્ટોબરના રોજ કોબા-ગાંધીનગર રોડ પર રાયસણ નજીક 25 વર્ષની મહિલા ક્રિશ્ના પંડ્યા એક રોડ અકસ્માતમાં મોતને ભેટી હતી જ્યારે તેની સાથે રહેલો તેનો ફિયાન્સે વિજય શ્રીમાળીને ગંભીર ઈજા પહોંચી હતી.કપલ 13 ઓક્ટોબરના રોજ પોતાની સગાઈ હોવાથી ખરીદી કરીને પરત ફરી રહ્યું હતું ત્યારે હાઈસ્પીડ કાર ટક્કર મારીને આગળ વધી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો

પોલીસે સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનના આધારે કાર માલિકની શોધ આદરી હતી. અકસ્માત કરનાર કાર નવી હોઈ રજિસ્ટ્રેશન માટે એપ્લાય કર્યું હતું. જેને લઈને કારની નંબર પ્લેટ ન હોવાથી પોલીસને આરોપીને શોધતા 1 મહિના જેટલો સમય લાગ્યો હતો.

પોલીસે તપાસ કર્યા બાદ  ગાંધીનગરમાં રહેતા કિરણ દેસાઈ સુધી પહોંચી હતી અને પૂછપરછમાં જાણવા મળ્યું કે અકસ્માતના દિવસે કિરણ દેસાઈની તબીયત લથડી હોવાથી તેઓ ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન ઘટના ઘટી હતી.

કિરણ દેસાઈના કહેવા પ્રમાણે તેમને તાવ આવતો હોવાથી પેરાસીટામોલ દવા લઈને ઓફિસથી ઘરે જતો હતા પરંતુ રસ્તામાં કાર ચલાવતી વખતે તેનું આરોગ્ય વધારે ખરાબ થયું હતું અને તેને ચક્કર આવતા હતા.

રસ્તામાં પોતાની હાલત એટલી તો ખરાબ થઈ ગઈ હતી કે જેના કારણે એક્સિડન્ટ વિશે પણ ખાસ ખ્યાલ નથી. બસ એટલું લાગ્યું કે તેની કાર સાથે કંઈક અથડાયું હતું.

ડોક્ટરે કિરણને ન્યુમોનિયા હોવાનું નિદાન કરતા અકસ્માતની ઘટના બાદ એક સપ્તાહ સુધી તો તે હોસ્પિટલમાં દાખલ રહ્યો હતો.જો કે ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશને કિરણ દેસાઈ વિરુદ્ધ કલમ 304 હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.