અયોધ્યાનાં કેસ અંગે સુપ્રીમ કોર્ટનાં ઐતિહાસિક ચુકાદા પર એઆઈએમઆઈએમ પ્રમુખ અને હૈદરાબાદનાં સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ એકવાર ફરી વિવાદિત નિવેદન આપતાં કહ્યું કે, મને મારી મસ્જિદ પાછી જોઇએ છે.
સોશિયલ મીડિયા હવે ઓવૈસીનાં આ નિવેદનનો વિરોધ કરી રહ્યુ છે, ઓવાસી ભારત છોડો ટ્વિટર પર ટ્રેન્ડ થઇ રહ્યુ છે. આ ટ્રેન્ડ પર અત્યાર સુધીમાં 13 હજારથી વધુ ટ્વીટ્સ મળી છે. લોકો કહે છે કે જ્યારે ઓવૈસી ત્રિરંગો લહેરાવતો નથી, રાષ્ટ્રગીત ગાતો નથી, વંદે માતરમ બોલતો નથી, બંધારણનું પાલન કરતો નથી, સુપ્રીમ કોર્ટનો નિર્ણય સ્વીકારતો નથી, તો તેને ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી ઓવૈસીએ તુરંત ભારત છોડવું જોઈએ. આપને જણાવી દઇએ કે, 9 નવેમ્બરનાં નિર્ણયનાં દિવસે ઓવૈસીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટથી પણ ચૂક થઈ શકે છે. જેમણે બાબરી મસ્જિદ તોડી હતી તેમને ટ્રસ્ટ બનાવીને રામ મંદિર બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે.
અસદુદ્દીન ઓવૈસીએ વધુમાં કહ્યું હતું કે, જો મસ્જિદ ત્યાં હોત તો સુપ્રીમ કોર્ટ શું નિર્ણય લેતુ. તે કાયદાની વિરુદ્ધ છે. જો બાબરી મસ્જિદ ન પડી હોત તો શું નિર્ણય લેત. અમને ભારતના બંધારણ પર વિશ્વાસ છે. અમે અમારા હક માટે લડતા હતા. 5 એકર જમીનની જરૂર નથી. જો કે હવે તેમનુ કહેવુ છે કે મારે મારી મસ્જિદ પાછી જોઈએ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.