Kumbhani-BJP/ નિલેશ કુંભાણી કેસરિયા કરશે તેવો ગણગણાટ

ગુજરાતના રાજકારણના સુરત બેઠક પરના હાઇવોલ્ટેજ રાજકીય ડ્રામાનો અંત આવ્યો નથી. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયુ અને આ બેઠક બિનહરીફ જાહેર થઈ, આટલું ઓછું હોય તેમ હવે નિલેશ કુંભાણી પોતે ભાજપમાં જોડાઈ કેસરિયા કરે તેવી અટકળો વહેતી થઈ છે.

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 04 23T104512.279 નિલેશ કુંભાણી કેસરિયા કરશે તેવો ગણગણાટ

સુરતઃ ગુજરાતના રાજકારણના સુરત બેઠક પરના હાઇવોલ્ટેજ રાજકીય ડ્રામાનો અંત આવ્યો નથી. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયુ અને આ બેઠક બિનહરીફ જાહેર થઈ, આટલું ઓછું હોય તેમ હવે નિલેશ કુંભાણી પોતે ભાજપમાં જોડાઈ કેસરિયા કરે તેવી અટકળો વહેતી થઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ શકે છે. આ જોતાં કુંભાણીએ કોંગ્રેસની ગેમ કરી નાખી હોવાનું માનવામાં આવે છે. કોંગ્રેસ તરફથી પણ આ મુદ્દે નિવેદન આવ્યું છે કે જો નિલેશ કુંભાણી ભાજપ સામે હાઇકોર્ટમાં એફિડેવિટ નહીં કરે તો પક્ષ તેમને સસ્પેન્ડ કરશે. આ સંજોગોમાં કુંભાણી કેસરિયા કરે તેવી પ્રબળ સંભાવના દેખાઈ રહી છે.

સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલશ કુંભાણીનું ફોર્મ હાઇવોલ્ટેજ ડ્રામા પછી રદ થઈ ગયું છે. આના પગલે કોંગ્રેસ સ્તબ્ધ થઈ ગઈ છે. તેની સાથે હાઇકોર્ટ સહિતના વિકલ્પો ચકાસી રહી છે.  કુંભાણી ટેકેદારોને હાજર રાખવામાં નિષ્ફળ જતાં ચૂંટણી અધિકારીએ તેમનું ફોર્મ રદ કરી દીધું હતું. કલેક્ટરે તેમને ટેકેદારોને ગાયબ કરી દેવામાં આવ્યાની વાતને સ્વીકારી ન હતી. હવે નિલેશ કુંભાણી અને તેમના સમર્થકોનું નીચાજોણું થયું છે. તેની સાથે કોંગ્રેસના કુંભાણીના સમર્થકોના કેમ્પમાં પણ સોંપો પાડી દેવાયો છે. જ્યારે કુંભાણીને ટિકિટ આપવાનો વિરોધ કરનારા કોંગ્રેસના કાર્યકરો ગેલમાં આવી ગયા છે. તેઓનું કહેવું હતું કે તેઓ પહેલેથી જ કહેતા હતા કે કુંભાણીને ટિકિટ ન આપવી જોઈએ. કમસેકમ લોકસભા ટિકિટ માટે તે દાવેદાર નથી.

હવે જો કુંભાણી ભાજપમાં જોડાય તો રોહન ગુપ્તા પછી કોંગ્રેસને બીજા ઝાટકાનો સામનો કરવો પડી શકે છે. કોંગ્રેસે અમદાવાદમાં રોહન ગુપ્તાને ટિકિટ આપી હતી, પરંતુ પછી તેમણે ઉમેદવારીપત્રક પાછું ખેંચી લીધુ હતુ અને કોંગ્રેસમાંથી રાજીનામુ આપી તે ભાજપમાં જોડાઈ ગયા હતા. હવે કુંભાણી આ માર્ગે ચાલે તો કોંગ્રેસ માટે આ મોટો ઝાટકો હશે.

આમ ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી અને વિધાનસભા પેટાચૂંટણીમાં 433 લોકસભામાં અને 37 વિધાનસભા પેટાચૂંટણીના ફોર્મ ભરાયા હતા. ચકાસણી પછી લોકસભામાં 328 ઉમેદવારો અને વિધાનસભામાં 27 ઉમેદવારો છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે લોકસભામાં કુલ 266 ઉમેદવારો ચૂંટણી લડશે તથા વિધાનસભા પેટાચૂંટણીમાં 24 ઉમેદવારો ચૂંટણી લડશે. લોકસભામાં અમદાવાદ પૂર્વમાં સૌથી વધુ 18 ઉમેદવારો, બારડોલીમાં સૌથી ઓછા ત્રણ ઉમેદવાર ચૂંટણી લડશે. વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજાપુરની વિધાનસભા બેઠક પર સૌથી વધુ આઠ ઉમેદવારો વચ્ચે ચૂંટણીજંગ છે. વાઘોડિયા વિધાનસભા બેઠક પર સૌથી ઓછા બે ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર

આ પણ વાંચો:પાટણમાં ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા, મહિલાને બચાવાઈ

આ પણ વાંચો:કલેકટરની દરમિયાનગીરી પછી હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ