Not Set/ ‘નંબર 1’ ODI ક્રિકેટ ટીમ ભારત આટલી વખત બની ચુકી છે ચેમ્પિયન, શું છે એશિયા કપની હિસ્ટ્રી, વાંચો

એસીસી (એશિયન ક્રિકેટ કાઉન્સિલ) એશિયા કપ એ પુરુષોની વન ડે ઇન્ટરનેશનલ અને ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ છે. પહેલી ટુર્નામેન્ટ 1984માં થઇ હતી. જયારે હવેની ટુર્નામેન્ટ વર્ષ 2020માં થશે. અત્યાર સુધીમાં 14 ટુર્નામેન્ટ થઇ ચુકી છે. વર્ષ 2016માં થયેલી ટુર્નામેન્ટ એ પહેલી ટુર્નામેન્ટ હતી જે ટી20 ફોર્મેટમાં રમાઈ હતી. 2018નાં એશિયા કપમાં હોસ્ટ નેશન યુનાઇટેડ આરબ […]

Top Stories India
india asia cup ‘નંબર 1’ ODI ક્રિકેટ ટીમ ભારત આટલી વખત બની ચુકી છે ચેમ્પિયન, શું છે એશિયા કપની હિસ્ટ્રી, વાંચો

એસીસી (એશિયન ક્રિકેટ કાઉન્સિલ) એશિયા કપ એ પુરુષોની વન ડે ઇન્ટરનેશનલ અને ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ છે. પહેલી ટુર્નામેન્ટ 1984માં થઇ હતી. જયારે હવેની ટુર્નામેન્ટ વર્ષ 2020માં થશે. અત્યાર સુધીમાં 14 ટુર્નામેન્ટ થઇ ચુકી છે. વર્ષ 2016માં થયેલી ટુર્નામેન્ટ એ પહેલી ટુર્નામેન્ટ હતી જે ટી20 ફોર્મેટમાં રમાઈ હતી. 2018નાં એશિયા કપમાં હોસ્ટ નેશન યુનાઇટેડ આરબ એમિરેટ્સ હતું.

અત્યારસુધીમાં એશિયા કપ 14 વખત યોજાયો છે જેમાં ભારત 7 વખત વિજેતા રહ્યું છે અને એ સાથે જ ભારતની ટીમ પહેલાં નંબર પર છે ,જે આટલી વખત ચેમ્પિયન રહી હોય. જયારે શ્રીલંકા ટીમ બીજા સ્થાને છે અને તે 5 વખત ચેમ્પિયન રહી છે. પાકિસ્તાનની ટીમ 2 વાર ચેમ્પિયન રહી ચુકી છે. ટી20 ફોર્મેટમાં પણ ભારત ચેમ્પિયન રહ્યું હતું. ODI ફોર્મેટમાં ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન. હોંગકોંગ અને યુએઈ દેશની ક્રિકેટ ટીમો એકબીજા સાથે ટકરાઈ છે. જેમાં ભારતની ટીમ 12 મેચમાં રમી છે અને એમાં 6 વખત વિનર ટીમ રહી છે.

AsiaCup ‘નંબર 1’ ODI ક્રિકેટ ટીમ ભારત આટલી વખત બની ચુકી છે ચેમ્પિયન, શું છે એશિયા કપની હિસ્ટ્રી, વાંચો
No. 1 ODI cricket team India won title for these many times, what is history of the Asia Cup, Read here

2018નાં એશિયા કપમાં ભારત બાંગ્લાદેશ સામે ૩ વિકેટથી જીતી ગયું હતું અને બાંગ્લાદેશ રનર અપ રહ્યું. બાંગ્લાદેશ આજ સુધી ક્યારેય ચેમ્પિયન બન્યું નથી. સૌથી સફળ ક્રિકેટ ટીમ એશિયા કપમાં ભારતની ક્રિકેટ ટીમ છે. ફાઈનલ મેચમાં બાંગ્લાદેશી ક્રિકેટર લિટન દાસ મેન ઓફ ધ મેચ રહ્યાં. એમણે 121 રન બનાવ્યાં હતા ભારત વિરુદ્ધ.