Not Set/ વડોદરા : રોગચાળો થયો બેફામ, રાજકીય નેતાઓ પણ આવ્યા ઝપેટમાં

વડોદરા શહેરમાં રોગચાળાએ ભયંકર માથું ઉચકયું છે. ત્યારે રોગચાળો કોઈને ઓળખતો નથી. સામાન્ય પ્રજાની સાથે ખુદ રાજકીય નેતાઓ પણ રોગચાળાની ઝપેટમાં આવ્યાં છે. એટલે હવે કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યો છે. ત્યારે હવે કયો આરોગ્ય વિભાગ કેવાં પ્રકારની કામગીરી કરી રહ્યો છે તે જોવાંનું રહ્યું. શહેરમાં ચિકનગુનિયા, ડેન્ગ્યુ, સ્વાઈન ફલૂ અને મલેરિયા જેવાં રોગો ઘરે-ઘરે […]

Top Stories Gujarat Vadodara
3 16 વડોદરા : રોગચાળો થયો બેફામ, રાજકીય નેતાઓ પણ આવ્યા ઝપેટમાં

વડોદરા શહેરમાં રોગચાળાએ ભયંકર માથું ઉચકયું છે. ત્યારે રોગચાળો કોઈને ઓળખતો નથી. સામાન્ય પ્રજાની સાથે ખુદ રાજકીય નેતાઓ પણ રોગચાળાની ઝપેટમાં આવ્યાં છે. એટલે હવે કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યો છે. ત્યારે હવે કયો આરોગ્ય વિભાગ કેવાં પ્રકારની કામગીરી કરી રહ્યો છે તે જોવાંનું રહ્યું.

IN09 FEVERS 103082f e1538144915336 વડોદરા : રોગચાળો થયો બેફામ, રાજકીય નેતાઓ પણ આવ્યા ઝપેટમાં

શહેરમાં ચિકનગુનિયા, ડેન્ગ્યુ, સ્વાઈન ફલૂ અને મલેરિયા જેવાં રોગો ઘરે-ઘરે ફેલાયાં છે. ત્યારે વડોદરાનાં સાંસદ રંજનબેન ભટ્ટ અને ભાજપનાં 7 મહિલા કોર્પોરેટરો પણ બીમાર પડ્યાં છે. ત્યારે મનપાની આરોગ્ય વિભાગની ટીમ એકાએક એકશનમાં આવીને તેઓએ એક એકશન પ્લાન બનાવ્યો છે.

મનપાની આરોગ્ય વિભાગની કામગીરી સામે સ્થાનિકો રોષ વ્યકત કરી રહ્યાં છે. શહેરનાં પેન્ટર તાનાજીની ગલી વિસ્તારમાં લોકોનાં ઘરે ઘરે બીમારી ફેલાઈ છે. જેનાં કારણે લોકો આરોગ્ય વિભાગની કામગીરીથી અસંતુષ્ટ છે. તો કોંગ્રેસ મનપાનો એકશન પ્લાન માત્ર કાગળ પર જ હોવાનો આરોપ લગાવી રહી છે. વડોદરામાં છેલ્લાં અઠવાડિયાથી સતત વિવિધ રોગનાં કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.