Viral Video/ અમેરિકાનાં Rapper એ ટોયલેટમાં લાખો રૂપિયા કર્યા ફ્લશ, જુઓ વીડિયો

અમેરિકન રેપરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પાણીમાં પૈસા ફેંકી દેતો જોવા મળી રહ્યો છે. આ રેપરનું નામ કોડા બ્લેક છે.

Top Stories Trending
11 71 અમેરિકાનાં Rapper એ ટોયલેટમાં લાખો રૂપિયા કર્યા ફ્લશ, જુઓ વીડિયો

તમે સાંભળ્યું જ હશે કે, કેટલાક લોકો પાણીની જેમ પૈસા ખર્ચ કરતા હોય છે. પરંતુ એક અમેરિકન રેપરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પાણીમાં પૈસા ફેંકી દેતો જોવા મળી રહ્યો છે. આ રેપરનું નામ કોડા બ્લેક છે. આ માણસનાં બે વીડિયો ઇન્ટરનેટ ઉપર વાયરલ થઇ રહ્યા છે. પહેલામાં, તે દરિયામાં પૈસા ફેંકતો જોવા મળી રહ્યો છે. જ્યારે બીજા વીડિયોમાં તે ટોયલેટમાં સો ડોલરની નોટ ફ્લશ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોથી લોકો ખૂબ હેરાન થઇ ગયા છે.

https://twitter.com/mymixtapez/status/1410259509830946825?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1410259509830946825%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fhindi.oneindia.com%2Fnews%2Finternational%2Frapper-kodak-black-flushes-hundreds-of-dollars-down-the-toilet-in-viral-video-626682.html

મફત સુવિધાઓ કે વસ્તી વધારો ?  / બેઘર અને ભિખારીઓએ પણ દેશ માટે કંઇક કરવું જોઈએ, જો બધું મફત આપવામાં આવે તો તેઓ કામ કરશે નહીં: બોમ્બે હાઇકોર્ટે

જીવનમાં પૈસા કમાવવા માટે વ્યક્તિ શું નથી કરતો, પરંતુ પૈસા પૈસા છે, તે કોઈની પાસે સરળતાથી આવતા નથી. વળી વિશ્વમાં કેટલાક લોકો એવા છે જેમના માટે પૈસા ફક્ત હાથનો મેલ છે. લક્ષ્મી તેના પર એટલી મહેરબાન રહે છે કે તેમની પાસે પૈસાની અછત રહેતી નથી. ઇન્ટરનેટ પર અમેરિકન રેપર કોડક બ્લેકનો વાયરલ વીડિયો જોયા પછી તમે આ જ કહેશો. આ વાયરલ વીડિયોમાં તેણે પૈસા સાથે આવું કૃત્ય કર્યું છે, જે જોઈને તેના ચાહકોને તેમની આંખો પર વિશ્વાસ નથી થઇ રહ્યો. આપને જણાવી દઇએ કે, અમેરિકન રેપર કોડક બ્લેકનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલો વીડિયો 30 જૂનનો છે.

11 72 અમેરિકાનાં Rapper એ ટોયલેટમાં લાખો રૂપિયા કર્યા ફ્લશ, જુઓ વીડિયો

રન મશીન / મિતાલી રાજે તોડ્યો રેકોર્ડ, મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવાનાર ખેલાડી બની

આ વીડિયોમાં તે શૌચાલયમાં $ 1000 એટલે કે લગભગ 75 હજાર રૂપિયા ફ્લશ કરતો જોવા મળી રહ્યો છે. જો કે, જ્યારે પૈસા એક જ સમયે ફ્લશ થયા નહી, ત્યારે તેણે પોતાના હાથથી ટોયલેટ હોલમાં અંદર જવા દીધા હતા. આ વીડિયો પહેલા, કોડક બ્લેકે તેના ઇન્સ્ટાગ્રામ પર બીજો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે દરિયામાં સેંકડો નોટો ફેંકતો જોવા મળી રહ્યો છે. આ બંને વીડિયો જોયા પછી, એવું માની શકાય છે કે કદાચ રેપરને હવે પૈસાનો વધુ મોહ રહ્યો નથી.

https://twitter.com/mymixtapez/status/1410093310576934916?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1410093310576934916%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fsatyasamachar.in%2FE0A4B5E0A580E0A4A1E0A4BFE0A4AFE0A58B-E0A485E0A4AEE0A587E0A4B0E0A4BFE0A495E0A580-E0A4B0E0A588E0A4AAE0A4B0-E0A4A8E0A587-E0A49FE0A589%2F

વેક્સિન ડીલ / બોલ્સોનારોની મુસિબતમાં વધારો, SC એ રાષ્ટ્રપતિ વિરુદ્ધ ભ્રષ્ટાચારનાં આરોપોની તપાસનાં આપ્યા આદેશ

આ વીડિયો જોઈને તેના ચાહકો જ નહીં પરંતુ દેશ અને દુનિયામાં જેણે પણ આ વીડિયો જોયો તે આશ્ચર્યચકિત થઈ ગયા છે. જ્યારે એક તરફ ઘણા લોકો તેની ક્રિયા પર આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે, તો ઘણા યુઝર્સ પૈસાને આ રીતે વેળફવા બદલ તેની ટીકા કરી રહ્યા છે. કોમેન્ટ્સમાં ચાહકો તેની ટીકા કરી રહ્યા છે કે, આ નાણાં જરૂરિયાતમંદોને આપવામાં આવી શક્યા હોત. કોટકે સેંકડો ડોલર પાણીમાં કેમ નાખી દીધા તે હજી પણ એક સવાલ છે અને તેના ચાહકો તેનો જવાબ જાણવા માંગી રહ્યા છે.