Not Set/ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુએ આપ્યુ નિવેદન, ધોલેરા, અંકલેશ્વરમાં બનાવાશે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

ગાંધીનગર, વાઇબ્રન્ટ સમિટની મુલાકાત દરમ્યાન કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુએ નિવેદન આપતા જણાવ્યુ કે, ગુજરાતને આંતર રાષ્ટ્રીય વેપાર હબ બનાવામાં આવશે. ગુજરાતમાં અંકલેશ્વર અને ધોલેરા સહીતના અનેક પંથકમાં આંતરરાષ્ટ્રીય વિમાનમથકો બનાવામાં આવશે. ગુજરાતને આંતર રાષ્ટ્રીય વેપાર હબ બનાવવા અર્થે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી એમોયુ સાઇન કરવામાં આવ્યા. કૃષિ ક્ષેત્રે નિકાસને વેગ આપવામાં આવશે. […]

Top Stories Gujarat
mantavya 333 કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુએ આપ્યુ નિવેદન, ધોલેરા, અંકલેશ્વરમાં બનાવાશે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

ગાંધીનગર,

વાઇબ્રન્ટ સમિટની મુલાકાત દરમ્યાન કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુએ નિવેદન આપતા જણાવ્યુ કે, ગુજરાતને આંતર રાષ્ટ્રીય વેપાર હબ બનાવામાં આવશે. ગુજરાતમાં અંકલેશ્વર અને ધોલેરા સહીતના અનેક પંથકમાં આંતરરાષ્ટ્રીય વિમાનમથકો બનાવામાં આવશે.

ગુજરાતને આંતર રાષ્ટ્રીય વેપાર હબ બનાવવા અર્થે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી એમોયુ સાઇન કરવામાં આવ્યા. કૃષિ ક્ષેત્રે નિકાસને વેગ આપવામાં આવશે. નિકાસને પ્રોત્સાહન આપવા માટે કરમાં પણ જરૂરી ફેરફાર કરવામાં આવશે.

ઓર્ગનિક વસ્તુઓની નિકાસથી આવકમાં વધારો થશે. આવકમાં વધારો થવાથી દેશની આર્થિક સ્થિતિ વધુ સારી થતા આર્થિક વિકાસને વેગ મળશે.

વડાપ્રધાન મોદીની વિકાસશીલ નીતિને લઇને સુરેશ પ્રભુએ જણાવ્યુ હતુ કે, મોદીના વડાપ્રધાન બન્યા બાદ નિકાસને વધુ પ્રોત્સાહન મળ્યુ છે. ભારત દેશે વિશ્વમાં ખુબ સારી નામના મેળવી છે.

આંતરરાષ્ટ્રીય વિકાસ અર્થે એવીએશન સેક્ટર વિકસાવાશે જેનાથી લાખો લોકોને રોજગારી મળશે. પત્રકારો સાથેની વાતચીતમાં મોદીની લોકપ્રિયતા અંગે જણાવી આગામી સમયમાં ફરી વખત મોદી વડાપ્રધાન બનશે તેવી આશા વ્યક્ત કરી.