Not Set/ OMG/ અમદાવાદમાં પોલીસના ઘરમાં ચાલતું જુગારધામ પકડાયું, પોલીસે 8 લોકોની ધરપકડ કરી

અમદાવાદમાં દિનપ્રતિદિન જુગારની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી બધા જુગારધામ પર પોલીસે રેડ પાડી છે અને શકુનીયોને ઝડપી પાડ્યા છે. આ સમયે હવે અમદાવાદના શાહીબાગ માધુપુરા પોલીસ લાઈન ખાતે પોલીસકર્મીના ઘરમાંથી જુગારધામ ઝડપાયું છે, જેને લઈને અનેક સવાલો ઉઠયા છે. આ મામલે પોલીસે પોલીસકર્મીના ભાઈ સહિત આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી […]

Ahmedabad Gujarat
7d1bca7d70e701494854519ee0061b76 OMG/ અમદાવાદમાં પોલીસના ઘરમાં ચાલતું જુગારધામ પકડાયું, પોલીસે 8 લોકોની ધરપકડ કરી
7d1bca7d70e701494854519ee0061b76 OMG/ અમદાવાદમાં પોલીસના ઘરમાં ચાલતું જુગારધામ પકડાયું, પોલીસે 8 લોકોની ધરપકડ કરી

અમદાવાદમાં દિનપ્રતિદિન જુગારની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી બધા જુગારધામ પર પોલીસે રેડ પાડી છે અને શકુનીયોને ઝડપી પાડ્યા છે. આ સમયે હવે અમદાવાદના શાહીબાગ માધુપુરા પોલીસ લાઈન ખાતે પોલીસકર્મીના ઘરમાંથી જુગારધામ ઝડપાયું છે, જેને લઈને અનેક સવાલો ઉઠયા છે.

આ મામલે પોલીસે પોલીસકર્મીના ભાઈ સહિત આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં પોલીસકર્મીનો ભાઈ જ જુગાર રમાડતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી છે.  આ પહેલા માધુપુરા પોલીસ લાઈનમાં જુગાર રમાતો હોવાની બાતમી શાહીબાગ પોલીસને મળી હતી. જેને લઈને પોલીસે જુગાર રમાતા ઘરમાં રેડ કરી હતી અને જુગાર રમતા 8 આરોપીની ધરપકડ કરી  86, 020 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નીતિન સિંદે નામના હેડ કોન્ટેબલના નામનું ઘર હતું. જ્યાં જુગાર રમાતો હતો. જુગાર રમતા પકડાયેલ આરોપી પૈકી રાજેશ સીંદે પોલીસકર્મી નીતિન સીંદેનો સગો ભાઈ છે. મકાનનું રિપેરીંગનું કામ ચાલુ હોવાને કારણે મકાનની ચાવી પોલીસકર્મીએ પોતાના ભાઈને આપી હતી તેવું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.