Morbi/ માળીયા ફાટક નજીક ગમખ્વાર અકસ્માત, વહેલી સવારમાં ચાર લોકોને કાળ ભેટ્યો

મોરબીની માળીયા ફાટક નજીક ગમખ્વાર અકસ્માત, વહેલી સવારમાં ચાર લોકોને કાળ ભેટ્યો

Top Stories Gujarat Others
morbi accident માળીયા ફાટક નજીક ગમખ્વાર અકસ્માત, વહેલી સવારમાં ચાર લોકોને કાળ ભેટ્યો
  • બાઇકને અજાણ્યા વાહને હડફેટે લેતા ચારના મોત
  • ચારેય શખ્સો રાજસ્થાનના રહેવાસીઓ હોય અને અકસ્માત સુમારે જ મોરબી પહોંચ્યા હતા
  • પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને પી એમ માટે ખસેડયા
  • વહેલી સવારમાં ચાર લોકોને કાળ ભેટ્યો

રાજ્ય સરકાર રોડ સેફટીને લઇ ઘણી કાળજી રહી છે. પરંતુ છતાય રાજ્યમાં રોડ અકસ્માત અને તેમાં મૃત્યુ પામનારની સંખ્યા સતત વધી રહી છે. અજ રો વહેલી સવારે મોરબીના માળીયા ફાટક પાસે અજાણ્યાં વાહને બાઇકણે અડફેટે લેતા ચાર યુવાનોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. આ ગમખ્વાર ઘટનામાં અન્ય એક વ્યક્તિને ઇજા થતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજસ્થાનથી રોજગારી માટે મોરબી આવેલા ચારેય યુવાનોને વહેલી સવારે અજાણ્યા વાહને હડફેટે લીધા હતા. અને અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો.

#address / PM મોદી આજે એનસીસી રેલી તેમજ વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ સંવાદને કરશે સંબોધિત

red fort / હિંસામાં થયેલી નુકશાનીનું મૂલ્યાંકન કરવા લાલ કિલ્લો 31મી સુધી મુલાકાતીઓ માટે રહેશે બંધ

આ અકસ્માતમાં  તેજારામ વક્તરામ ગામેતી (ઉંમર ૧૭), શિવાજી પ્રતાપભાઈ ગામેતી (ઉંમર ૧૮), સુરેશ પ્રતાપભાઈ ગામેતી (ઉંમર ૧૮) અને શિવાજી પ્રતાપભાઇ ગામેતીનો સાળો જેની (ઉંમર ૧૯) આમ કુલ મળીને ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા હતા અને મૃતક ચારેય રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ઘોઘુંદા તાલુકાના મૌખી ગામના રહેવાસી હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે અને અન્ય એક વ્યક્તિ ઈજા પામેલ છે તેનું નામ દિનેશ હોવાનું જાણવા મળ્યું છે. તે મોરબીની ખાનગી હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…