Not Set/ એક વર્ષમાં રાજકોટના શહેરીજનો દ્વારા 32 કરોડનો દંડ ભરાયો

રાજકોટમાં  પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ  દ્વારા  દંડ અંગેની માહિતી આપવામાં  આવી હતી .

Gujarat Surat
Untitled 87 3 એક વર્ષમાં રાજકોટના શહેરીજનો દ્વારા 32 કરોડનો દંડ ભરાયો

   રાજકોટમાં  પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ  દ્વારા  દંડ અંગેની માહિતી આપવામાં  આવી હતી . જેમાં  પોલીસ દ્વારા તીસરી આંખ મારફત ઈ-મેમા ફટકારી 25 કરોડનું ઉઘરાણું કરી સ્થળ પર 4 કરોડનો દંડપોલીસ દ્વારા  દંડ ઉઘરવામાં આવ્યો હતો.જેમાં ટ્રાફિક બ્રાન્ચ દ્વારા કુલ 6,98,07,102નો ટ્રાફિક દંડ વસુલી રેકર્ડ સર્જી દીધો છે તો તીસરી આંખ સમાન સીસીટીવી કેમેરા દ્વારા કુલ 5,37,791 ઈ-મેમા ફટકારી 25,10,68,298નો દંડ ફટકારવામાં આવ્યો છે.

રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જોઈન્ટ સી.પી. ખુરશીદ અહેમદ દ્વારા પત્રકારોને માહિતી આપીહતી. જેમાં વિદાય લેતાં2021માં શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીના લેખા-જોખા રજૂ કર્યા હતા.ટ્રાફિક બ્રાંચ દ્વારા ટ્રાફિક નિયમનનો ભંગ બદલ 80180 કેસ કરી સ્થળ પર જ કુલ 4,28,84,100નો દંડ વસુલ કર્યો હતો. જ્યારે એન.સી.કેસ અને કોર્ટ મેમો કુલ 1,09,128 કેસો કરી આર.ટી.ઓ અને કોર્ટમારફત 91,49,702નો દંડ વસુલ કર્યો હતો.

આ પણ  વાંચો:માસ્ક / ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે ક્યું માસ્ક છે સૈાથી સુરક્ષિત જાણો વિગત, કાપડનું માસ્ક સુરક્ષિત નથી

આ ઉપરાંત ટોઈંગ વાહન દ્વારા 25,891 વાહનો ડીટેઈન કરી વાહન ચાલકો પાસેથી 1,77,73,300નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આમ, કુલ 6,98,07,102નો દંડ શહેરીજનો પાસેથી વસુલ કર્યો હતો.ટ્રાફિક પોલીસની સાથો સાથ શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા મારફતે એક વર્ષમાં કુલ 5,37,791 ઈ-મેમા ફટકારવામાં આવ્યા હતા અને ઈ-મેમા મારફત અધધધ.. કુલ 25,10,68,298નો દંડ ઉઘરાવી સરકારી તિજોરી ભરી દેવામાં આવી છે.

આ ઉપરાંત શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા શહેરીજનોની જાગૃતતા માટે હેલમેટ રેલી, કોરોનાકાળમાં ઓક્સિજનની ગાડીઓને પાયલોટીંગ આપવાની, વિવિધ શાળાઓમાં ટ્રાફિકની અવેરનેશ માટે વિવિધ કાર્યક્રમો, ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું.

આ પણ  વાંચો:ઉત્તરપ્રદેશ / IAS દુર્ગા શંકર મિશ્રા યુપીના નવા મુખ્ય સચિવ હશે