Accident/ રાજકોટમાં ટ્રકે બાઇકચાલકને 300 મીટર સુધી ઢસડ્યો, ઘટનાસ્થળે જ થયું કરુણ મોત

રાજકોટના આટકોટ નજીકથી ટ્રકે બાઇકને 300 મીટર ઘસડી ટ્રક પલ્ટીમારીને ખાડામાં ખાબક્યો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ લોકો ઘટનાસ્થળે દોડી આવી ગયા હતા.

Gujarat Rajkot
A 62 રાજકોટમાં ટ્રકે બાઇકચાલકને 300 મીટર સુધી ઢસડ્યો, ઘટનાસ્થળે જ થયું કરુણ મોત

માર્ગ અકસ્માતની ઘટનાઓ રાજ્યમાં દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે વધુ એક ઘટના રાજકોટ જિલ્લાના આટકોટ નજીકથી સામે આવી છે. અહીં ટ્રક ગોંડલ તરફથી આવતો હતો અને આટકોટ તરફ જઈ રહ્યો હતો ત્યારે ખારચીયા પાસે ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

આ મામલે મળતી માહિતી અનુસાર, રાજકોટના આટકોટ નજીકથી ટ્રકે બાઇકને 300 મીટર ઘસડી ટ્રક પલ્ટીમારીને ખાડામાં ખાબક્યો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ લોકો ઘટનાસ્થળે દોડી આવી ગયા હતા. આ અકસ્માત બાદ આટકોટના પી.એસ.આઈ. કે પી મેતા, ગોપાલભાઈ, ગોવીદભાઈ, હીતેષભાઈ, મુકેશભાઈ સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

ઘટના સ્થળે 108ના પાયલોટ દેવાયભાઈ ગોરધનભાઈ દોડી આવી તપાસ કરતાં જાણવા મળ્યું કે દડવા ગામના બાઈક ચાલક દેવેન્દ્ર વિરાભાઈ રાઠોડનું મોત થયું છે અને મૃતદેહને પીએમ માટે જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.