Not Set/ બોર્ડની પરીક્ષામાં હાઈટેક ચોરી, સ્માર્ટ વોચમાં આખી ગાઇડ ડાઉનલોડ કરી

વલસાડ, એક જમાનામાં પરીક્ષામાં ચોરી કરવા માટે વિદ્યાર્થીઓ કાપલી લઈ જતા જેમાં સવાલોના જ્વાબોના ઉતારા લખવામાં આવતા.પણ હવેના હાઇટેક જમાનામાં સ્ટુડન્ટસ સ્માર્ટ ગેજેટ્સનો ઉપયોગ કરીને ચોરીઓ કરે છે. વલસાડ જિલ્લાના વાપીની એક સ્કૂલમાં ધોરણ.10ની બોર્ડની પરીક્ષામાં એક વિદ્યાર્થી સ્માર્ટ વૉચ સાથે ઝડપાયો હતો. આ વિદ્યાર્થીએ વિજ્ઞાાન અને ટેકનોલોજી વિષયની આખી ગાઈડ સ્માર્ટ વૉચમાં ડાઉનલોડ કરી […]

Top Stories Gujarat Others Trending
eep 10 બોર્ડની પરીક્ષામાં હાઈટેક ચોરી, સ્માર્ટ વોચમાં આખી ગાઇડ ડાઉનલોડ કરી
વલસાડ,
એક જમાનામાં પરીક્ષામાં ચોરી કરવા માટે વિદ્યાર્થીઓ કાપલી લઈ જતા જેમાં સવાલોના જ્વાબોના ઉતારા લખવામાં આવતા.પણ હવેના હાઇટેક જમાનામાં સ્ટુડન્ટસ સ્માર્ટ ગેજેટ્સનો ઉપયોગ કરીને ચોરીઓ કરે છે.
વલસાડ જિલ્લાના વાપીની એક સ્કૂલમાં ધોરણ.10ની બોર્ડની પરીક્ષામાં એક વિદ્યાર્થી સ્માર્ટ વૉચ સાથે ઝડપાયો હતો. આ વિદ્યાર્થીએ વિજ્ઞાાન અને ટેકનોલોજી વિષયની આખી ગાઈડ સ્માર્ટ વૉચમાં ડાઉનલોડ કરી હતી.
 વિજ્ઞાન અને ટેક્નોલોજીના પેપરમાં એક વિદ્યાર્થીએ ક્લાસ ગાઈડ તેની સ્માર્ટ વોચમાં ડાઉનલોડ કરી લીધી હતી. જે પહેરીને તે પરીક્ષામાં આવ્યો હતો. ઘટના વાપીની RGF સ્કૂલની છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી સતત તેની ઘડિયાળ પર ટેપ કર્યા કરતો હતો જેથી સુપરવાઈઝરને શંકા ગઈ. તેમણે સીનીયર અધિકારીઓને બોલાવ્યા ત્યારે તપાસ કરતાં જાણ થઈ કે ઘડિયાળમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીની આખી ગાઈડ તેમાં હતી.
વલસાડ ડીઈઓના જણાવ્યાં પ્રમાણે, સ્માર્ટ વૉચમાં વિજ્ઞાાન વિષયની આખી ગાઈડ વિદ્યાર્થીએ સામેલ કરી હતી. આ ગેરરીતિ અંગેની પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે અને શિક્ષણ બોર્ડમાં પણ જાણ કરાઈ છે
ઉલ્લેખનીય છે કે, અત્યારે આ વિદ્યાર્થીને પરીક્ષા આપવા દેવામાં આવશે. પરંતુ પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડમાં રૃબરૃ બોલાવી હિયરીંગ હાથ ધરાશે જેમાં ગેરરીતિ સાબિત થશે તો વિદ્યાર્થીને આગામી બે વર્ષ સુધી પરીક્ષા આપવા નહી મળે.