Not Set/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને અફઘાનિસ્તાન મામલે મહત્વની બેઠક

નિવાસસ્થાને મળેલી બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ઉપસ્થિત રહ્યા હતા

Top Stories
વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નિવસાસ્થાને અફઘાનિસ્તાન મુદ્દે મહત્વની બેઠક યોજી હતી.નિવાસસ્થાને મળેલી બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક લોક કલ્યાણ માર્ગ પર પીએમના નિવાસ સ્થાને થઈ હતી.આ બેઠક તાલિબાને પંજશીર ખીણ પર સંપૂર્ણ નિયંત્રણના દાવા બાદ થઈ રહી છે. બળવાખોર જૂથ નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટે જો કે કહ્યું કે તાલિબાન સામે પંજશીર ખીણમાં લડાઈ ચાલુ રહેશે. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ અને અફઘાન ગેરિલા કમાન્ડર અહેમદ શાહ મસૂદના પુત્ર અહમદ મસૂદની આગેવાની હેઠળ અફઘાન નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટના લડવૈયાઓ અહીં તાલિબાન સામે લડી રહ્યા હતા.

તાલિબાનના મુખ્ય પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ જીત સાથે આપણો દેશ સંપૂર્ણપણે યુદ્ધની દલદલમાંથી બહાર આવી ગયો છે. સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરોમાં, તાલિબાન લડવૈયાઓ પંજશીરના પ્રાંત ગવર્નરના કમ્પાઉન્ડના ગેટ સામે ઉભા જોવા મળે છે.

તાલિબાનના પ્રવક્તાએ  પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “ઇસ્લામિક અમીરાત બળવાખોરી માટે ખૂબ જ સંવેદનશીલ છે. જે કોઈ પણ બળવો શરૂ કરવાનો પ્રયાસ કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમે કોઈને પણ આમ કરવાની મંજૂરી આપીશું નહીં.” ગની સરકાર અને 20 વર્ષ પછી અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સુરક્ષા દળોની પરત ફરવાની  ઉજવણી કરી રહ્યા છે.  તાલિબાનોએ પંજશીર ખીણની રક્ષા કરતા લડવૈયાઓને કચડી નાખવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે.

બળાત્કાર / પુણેમાં 14 વર્ષીય કિશોરીનું અપહરણ કરીને આઠ લોકોએ સામુહિક બળાત્કાર કર્યો

તાલિબાની સત્તા / અફઘાનિસ્તાનની નવી સરકારમાં નવો રાષ્ટ્રધ્વજ અને નવું રાષ્ટ્રગીત હશે

ભવ્ય મંદિરો / દેશના શિવ મંદિરો વિશ્વભરમાં વિખ્યાત,જાણો તેની વિશેષતાઓ

Bollywood / કેટરિના કૈફે ટાઈગર-3 ના શૂટિંગ વચ્ચે તુર્કીથી શેર કરી સુંદર ફોટો, જુઓ

Movie Masala / આગામી ફિલ્મના શુટિંગ માટે પુણે પહોંચ્યા શાહરૂખ ખાન-નયનતારા, જુઓ કિંગ ખાનનો લુક