Not Set/ રાજ્યમાં આ તારીખ સુધી અમલી રહેશે આંશિક લોકડાઉન, વેપારીઓને રાહત

રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન અમલી રહેશે. આગામી  27 મે સુધી આંશિક લોકડાઉન અમલી રહેશે.

Top Stories Uncategorized
kasez 4 રાજ્યમાં આ તારીખ સુધી અમલી રહેશે આંશિક લોકડાઉન, વેપારીઓને રાહત
  • રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન
  • 27 મે સુધી અમલી રહેશે આંશિક લોકડાઉન
  • સવારે 9 થી બપોરે 3 સુધી ખુલ્લી રાખી શકાશે દુકાનો
  • મુખ્યમંત્રીની પીપાવાવમાં મોટી જાહેરાત
  • લારી, ગલ્લા, વેપારીઓને મોટી રાહત

ગુજરાત રાજ્યમાં કોરોના સામે લડવા માટે આંશિક લોક ડાઉન નો સહારો લીધો હતો. જેની અવધી આજે પૂરી થઈ રહીછે. ત્યારે પીપાવાવ ખાતે જાહેરાત કરતા રાજ્યના મુખ્યમંત્રી વિજય ભાઈ રુપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન અમલી રહેશે. આગામી  27 મે સુધી આંશિક લોકડાઉન અમલી રહેશે.

પરંતુ રાજ્યના વેપારી મિત્રો માટે સારા સમાચાર આપતા જણાવ્યું હતું કે, સવારે  9 થી બપોરે 3 સુધી વેપારી ભાઈઓ તેમની દુકાનો ખુલ્લી રાખી શકાશે. લારી, ગલ્લા, સહિતના વેપારીઓને મોટી રાહત આપી છે.

રાજ્યના તમામ ૩૬ શહેરોમાં રાત્રી કર્ફ્યું યથાવત રહેશે. તો સાથે તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે.  સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે. સાથે કોરોના ગાઈડલાઈન્સ નું ચુસ્તતાથી પાલન કરવાનું રહેશે.

શૈક્ષણિક સંસ્થાઓ, સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ,  વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમિંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ્સ તથા કમર્શિયલ કોમ્પ્લેક્સિસ બંધ રહેશે.