શેર બજાર/ મોટા ઘટાડા સાથે ખુલ્યું સ્ટોક માર્કેટ, સેન્સેક્સમાં આટલા પોઇન્ટનો ઘટાડો

સેન્સેક્સ 51 હજારના સ્તર પર આવી ગયો છે, જો કે, નિફ્ટી 15 હજારની સપાટીથી થોડો ઉપર ખોલ્યો છે. 

Top Stories Business
A 65 મોટા ઘટાડા સાથે ખુલ્યું સ્ટોક માર્કેટ, સેન્સેક્સમાં આટલા પોઇન્ટનો ઘટાડો

નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ગુરુવારે 4 માર્ચ, 2021 ના ​​રોજ સ્થાનિક શેર બજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સતત ત્રણ દિવસ સુધી તેજીનો માહોલ આજે શાંત જોવા મળી રહ્યો છે આજે શેરબજારો નીચે વલણ સાથે ખુલ્લા છે. તે જ સમયે, બધા સેક્ટોરલ ઇન્ડેક્સ લાલ નિશાનમાં ખુલ્યાં છે. સેન્સેક્સ 51 હજારના સ્તર પર આવી ગયો છે, જો કે, નિફ્ટી 15 હજારની સપાટીથી થોડો ઉપર ખોલ્યો છે.

સેન્સેક્સમાં શરૂઆતના સમયે 712.84 પોઇન્ટ અથવા 1.39% નો ઘટાડો નોંધવામાં આવ્યો છે. ઈન્ડેક્સ 50,731.81 પર ટ્રેડ કરી રહ્યો છે. તે જ સમયે, નિફ્ટી 213.80 પોઇન્ટ એટલે કે 1.40% ઘટીને 15,031.80 ના સ્તર પર ખુલ્યો.

આ પણ વાંચો : બેંકોમાં માર્ચની મજા..!  માર્ચ મહિનામાં 10 દિવસ રજા

આજે મેટલ શેરોમાં નબળાઇ જોવા મળી રહી છે. પ્રારંભિક કારોબારમાં ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને હિન્ડાલ્કો 2.1 થી 2.9 ટકા સુધી ગબડ્યા. HDFC અને HDFC Bankમાં પણ બે ટકાનો ઘટાડો થયો છે. જોકે, ઓએસજીસી, અદાણી પોર્ટ્સ, ઇન્ફોસીસ અને વિપ્રોએ બીએસઈ પર 2% નો નફો કર્યો છે.

આપને જણાવી દઇએ કે બુધવારે શેર બજારોમાં જોરદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 1,148 પોઇન્ટના લાંબા જમ્પ સાથે 51,000 પોઇન્ટની સપાટીને પાર કરી ગયો હતો અને નિફ્ટી 15,200 પોઇન્ટ સુધી પહોંચી ગયો હતો. દિવસના કારોબાર દરમિયાન સેન્સેક્સ 1,243 પોઇન્ટ પર પહોંચી ગયો હતો. નિફ્ટી 2.19 ટકાના વધારા સાથે 15,245.60 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટીના 43 શેરો વધીને બંધ થયા છે.

આ પણ વાંચો : SBI બાદ હવે HDFCએ ઘટાડ્યો વ્યાજદર, જાણો કઇ બેંક કેટલી આપી રહી છે છૂટ