Mumbai Nhava Sheva port/ ચીનથી કરાચી જઇ રહેલા જહાજમાં ન્યુક્લિયર મિસાઈલ સાથે જોડાયેલા માલસામાન મળ્યો….પછી જે થયું તે..

મુંબઈના ન્વાહા શેવા પોર્ટમાં એક જહાજ પકડાયું હતું, જેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જાણવા મળ્યું છે કે આ જહાજ ચીનથી પાકિસ્તાનના કરાચી જઈ રહ્યું હતું….

Top Stories India
YouTube Thumbnail 25 ચીનથી કરાચી જઇ રહેલા જહાજમાં ન્યુક્લિયર મિસાઈલ સાથે જોડાયેલા માલસામાન મળ્યો....પછી જે થયું તે..

ભારતીય સુરક્ષા એજન્સીઓએ મુંબઈના ન્હાવા શેવા પોર્ટ પર ચીનથી પાકિસ્તાન જઈ રહેલા જહાજને અટકાવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે કરાચી જનાર આ જહાજને શંકાના આધારે અટકાવવામાં આવ્યું હતું. એવી માહિતી છે કે આ જહાજમાં કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે જેનો ઉપયોગ પાકિસ્તાનના પરમાણુ અને બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમ માટે થઈ શકે છે.

પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ સાથે સંબંધિત આ શંકાસ્પદ કન્સાઈનમેન્ટ ભારતીય બંદરમાંથી મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. ઇન્ટેલિજન્સ ઇનપુટ્સના આધારે કસ્ટમ અધિકારીઓએ કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ (CNC) મશીન સહિત કન્સાઇનમેન્ટની તપાસ કરી. તેમાં ડીઆરડીઓના અધિકારીઓએ પણ ભાગ લીધો હતો.

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ની એક ટીમે પાકિસ્તાન જઈ રહેલા આ જહાજના કન્સાઈનમેન્ટની તપાસ કરી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન આ માલનો ઉપયોગ તેના પરમાણુ કાર્યક્રમ માટે કરી શકે છે. મુંબઈ પોર્ટમાં જે જહાજને રોકવામાં આવ્યું હતું તેમાં એક માલ હોવાની શંકા છે જેનો ઉપયોગ પાકિસ્તાન તેના પરમાણુ અને બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમમાં કરી શકે છે. તેમાં ઇટાલિયન કંપની દ્વારા ઉત્પાદિત કમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ (CNC) મશીન મળી આવ્યું છે. જેની ડીઆરડીઓની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે જહાજમાં જે સીએનસી મશીનો મળ્યા છે તે કોમ્પ્યુટરથી નિયંત્રિત છે. આ નિર્ણાયક મિસાઇલ ઉત્પાદન ભાગોને તાકાત, સ્થિરતા અને ચોકસાઇ પ્રદાન કરે છે. 23 જાન્યુઆરીના રોજ, બાતમીના આધારે, કસ્ટમ અધિકારીઓએ કરાચી જતા માલ્ટાના ધ્વજવાળા વેપારી જહાજ, CMA CGMને અટકાવ્યું હતું.

તપાસ દરમિયાન તેમને જાણવા મળ્યું કે 22,180 કિલો વજનનું આ કન્સાઈનમેન્ટ તાઈયુઆન માઈનિંગ ઈમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ કંપની લિમિટેડ દ્વારા મોકલવામાં આવ્યું હતું. આ પાકિસ્તાનમાં કોસ્મોસ એન્જિનિયરિંગ માટે હતું. ડીઆરડીઓએ પુષ્ટિ કરી છે કે આ કન્સાઇનમેન્ટમાં પરમાણુ અને મિસાઇલ પ્રોગ્રામ સાથે સંબંધિત જરૂરી ભાગો મળી આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોઈ તો હશે જે સંદેશખાલીના આરોપીને બચાવી રહ્યું હશે, શરમ આવવી જોઈએ: PM મોદી

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળ સાથે શનિવારે રામલલ્લાના દર્શન કરશે

આ પણ વાંચો:સુરતમાં રોગચાળો વકરતાં ચાર વર્ષની બાળકીનું મોત

આ પણ વાંચો:આજથી 2 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, ખેડૂતો પર માવઠાનું સંકટ