Not Set/ અમિત શાહ આજથી ગુજરાતનાં પ્રવાસે, વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે આજે ફરી ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતમાં ભાજપ ઐતિહાસિક પરિણામ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

Top Stories Ahmedabad Gujarat
amit shah sambhodhan

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે આજે ફરી ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતમાં ભાજપ ઐતિહાસિક પરિણામ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે અમિત શાહ આજે રાત્રે લગભગ 9 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. અમિત શાહ 10 અને 11 એપ્રિલે બે દિવસ દરમિયાન અમદાવાદ અને ગાંઘીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

અમિત શાહ પ્રવાસનાં પ્રથમ દિવસે એટલે કે 10 એપ્રિલે ગાંધીનગરમાં નવનિર્મિત ગુજકોમાસોલ ભવનનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ તેઓ ગુજકોમાસોલના અધિકારીઓ સાથે બેઠક યોજી ચર્ચા કરશે. ત્યાર બાદ નડાબેટ નજીક સીમા દર્શન પ્રોજેક્ટનુ લોકાર્પણ કરશે. કરોડાનાં ખર્ચે ભારત -પાકિસ્તાન બોર્ડર પર સીમા દર્શન પ્રોજેક્ટ બનાવ્યો છે.

10 અને 11 એપ્રિલે અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે છે ત્યારે ગાધીનગરમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના કાર્યક્રમમાં હાજરી આપશે.નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં હાજર રહેશે.તો બાવળામાં કેન્દ્ર સરકારની યોજના અંગેના કાર્યક્રમમાં પણ હાજરી આપશે.આદર્શ ગામ અંતર્ગત ગામોના વિકાસ અંગે સંબોધન કરશે. આ કાર્યક્રમમાં સહકારી આંગેવાનો અને સરપંચો હાજર રહેશે.

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ લશ્કર કમાન્ડરને ઠાર માર્યો

આ પણ વાંચો:ધોલેરામાં બલિ ચઢતા પાંચ બકરાઓને બચાવાયા