Rajasthan/ રાજસ્થાન : ગંગાનગરની કરણપુર વિધાનસભા બેઠક, કોંગ્રેસના ભાજપ પર પ્રહાર ‘વિજય પહેલા જ મંત્રી બનાવવાથી નથી થતી જીત’

રાજસ્થાનના ગંગાનગર જિલ્લાની કરણપુર વિધાનસભા બેઠક માટે સોમવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થઈ ગઈ છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ડો.ભીમરાવ આંબેડકર સરકારી કોલેજમાં થઈ રહી છે મતગણતરી.

Top Stories India
Mantay રાજસ્થાન : ગંગાનગરની કરણપુર વિધાનસભા બેઠક, કોંગ્રેસના ભાજપ પર પ્રહાર ‘વિજય પહેલા જ મંત્રી બનાવવાથી નથી થતી જીત’

રાજસ્થાનના ગંગાનગર જિલ્લાની કરણપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે.  કોંગ્રેસે આ બેઠક પર જીત મેળવતા ભાજપ પર પ્રહાર કર્યા છે કે વિજય પહેલા જ મંત્રી બનાવવાથી બેઠકની જીત નિશ્ચિત થતી નથી. નોંધનીય છે કે  25 નવેમ્બરેના રોજ વિધાનસભા ચૂંટણી દરમ્યાન કરણપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અને તત્કાલિન ધારાસભ્ય ગુરમીત સિંહ કુન્નરનું મૃત્યુ થતા ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. જેના બાદ 5 જાન્યુઆરીના રોજ આ બેઠક પર મતદાન થયું હતું. અને આજે સોમવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી.

મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું હતું કે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જિલ્લા મુખ્યાલય ગંગાનગર સ્થિત ડૉ. ભીમરાવ આંબેડકર સરકારી કોલેજમાં મતગણતરી કરવામાં આવી હતી. કોલેજમાં EVM સ્ટ્રોંગ રૂમમાં 17 ટેબલો લગાવવામાં આવ્યા હતા અને મત ગણતરી માટે નિયુક્ત રૂમ બનાવવામાં આવ્યા હતા. કરણપુર બેઠક પર 5 જાન્યુઆરીના રોજ થયેલ મતદાનમાં 81.38 ટકા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

25 નવેમ્બરના રોજ યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની 200 બેઠકો પર મતદાન થયું હતું. આ ચૂંટણીના 3 ડિસેમ્બરે પરિણામો જાહેર કરાયા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસે 69 બેઠકો પર અને ભાજપે 115 બેઠકો પર જીત મેળવતા રાજસ્થાનમાં ભાજપ સત્તા પર આવ્યું. જો કે આ ચૂંટણીમાં કરણપુર ગંગાનગર સીટ પરના કોંગ્રેસ ઉમેદવાદર ગુરમીત સિંહ કુન્નરના મૃત્યુ થતા આ બેઠકની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. જેના બાદ 5 જાન્યુઆરીએ વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે પૂર્વ મંત્રી સુરેન્દ્ર પાલ સિંહ ટીટી અને કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ગુરમીત સિંહ કુન્નરના પુત્ર રૂપેન્દ્ર સિંહ કુન્નરને મેદાનમાં ઉતાર્યા છે. તો આપ પાર્ટીએ ચમત્કારની આશાએ પૃથ્વીપાલ સિંહને પોતાનો ઉમેદવાર બનાવ્યા છે.

ભાજપે આ બેઠકના પરિણામો પહેલા જ આ ક્ષેત્રના ઉમેદવાર સુરેન્દ્રપાલ સિંહ ટીટીને મંત્રી બનાવતા કોંગ્રેસે પ્રહારો કર્યો છે. રાજસ્થાનમાં ભલે ભાજપે જીત મેળવી હોય છતાં કરણપુરની ગંગાપુર બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે મહત્વની બની રહી છે. કોંગ્રેસ આ બેઠક જીતીને ભાજપને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે જીત પહેલા જ ઉમેદવારને મંત્રીમંડળમાં સામેલ કરવાથી લાભ થતો નથી. અત્યાર સુધી થયેલ મત ગણતરી મુજબ ભાજપના ઉમેદવાર સુરેન્દ્રપાલ સિંહ કોંગ્રેસના ઉમેદવાર રુપિન્દર સિંહ કુન્નરથી સતત પાછળ છે. મતગણતરીનો 16મો રાઉન્ડ પૂર્ણ થતા સુધીમાં સુરેન્દ્રસિંહને 76,830 મત મળ્યા જ્યારે રુપિન્દ્ર સિંહને 85,393 વોટ મળ્યા. કોંગ્રેસના રુપિન્દ્રરસિંહ તમામ રાઉન્ડમાં ભાજપના સુરેન્દ્રસિંહને ટક્કર આપતા આગળ રહ્યા હતા. આ બેઠક પર કોંગ્રેસનો વિજય થવા છતાં બંને પક્ષને ના લાભ અને ના નુકસાન જેવી સ્થિતિનો ઘાટ ઘડાયો છે.