Accident/ માઉન્ટ આબુના ઢોળાવ પરથી બસ પલટી, અનેક ઇજાગ્રસ્ત પાંચની હાલત ગંભીર

ક્રિસમસ તથા નવા વર્ષના તહેવારોમાં ગુજરાતીઓ માટે માઉન્ટ આબુ ફેવરિટ સ્પોટ છે કે જ્યાં તેઓ પરિવારજનો સાથે ફરવા જવાનું પસંદ કરે છે. આજ રીતે ખંભાતના ગુજરાતીઓ આબુની બસમાં મુસાફરી

Top Stories Gujarat
1

ક્રિસમસ તથા નવા વર્ષના તહેવારોમાં ગુજરાતીઓ માટે માઉન્ટ આબુ ફેવરિટ સ્પોટ છે કે જ્યાં તેઓ પરિવારજનો સાથે ફરવા જવાનું પસંદ કરે છે. આજ રીતે ખંભાતના ગુજરાતીઓ આબુની બસમાં મુસાફરી કરી તેઓને રિટર્ન થઈ રહ્યા હતા. માઉન્ટ આબુનો રસ્તો ઢોળાવ વાળો હોય છે ત્યારે બસ નીચે ઉતરતી વખતે વિર બાવસી મંદિર નજીક પલટી છે. આ બસમાં અંદાજિત 25 જેટલા મુસાફરો સવાર હતા. આ મુસાફરો ગુજરાતથી માઉન્ટ આબુ ગયા હતા. માઉન્ટ આબુથી નીચે ઉતરી બસની બ્રેક ફેઇલ થતા પલટી હતી. બસમાં સવાર અનેક મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી 5 લોકોની હાલત ગંભીર છે.

Covid-19 / ગુજરાત કોરોના સામે જીતી રહ્યુ છે જંગ, છેલ્લા 24 કલાકમાં નોંધ…

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે આ બસની અંદર તમામ મુસાફરોમાં થી મોટા ભાગના ગુજરાતના પ્રવાસીઓને અકસ્માત નડ્યો છે. તેમજ આ ગુજરાતના પ્રવાસીઓની બસ ખીણમાં વિરબાબા મંદિર પાસે પલટી ખાઇ ગઇ છે. આ બસમાં 15થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. આ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ગ્લોબલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે બસની બ્રેક ફેઇલ થઇ જતા બસ પલટી મારી ગઈ હોવાની શક્યતા છે.

1
aabu

Gujarat / રાત્રે વિશ્રામ, દિવસે કામ થકી ખેડૂતો વધુ સમૃદ્ધ બનશે : મુખ્…

આ અંગે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરતા તમામ મુસાફરો ગુજરાતના ખંભાતના હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની ઘટના બનતા આરોગ્ય વિભાગની ટીમ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઉપરાંત સ્થાનિકો અને પોલીસની ટીમે હવે લા મુસાફરોની બચાવ કામગીરી શરૂ કરી હતી. હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. પરંતુ પોલીસ દ્વારા બસ ક્યાંથી આવી હતી તેમજ કુલ કેટલા મુસાફરો હતા તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

1
2

Gujarat / દિવ્યાંગ ચિત્રકાર બાળકીને મળવા વિજયભાઇ રૂપાણી 10 મીનીટ રાહ જ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…