Banaskantha/ બનાસકાંઠા:વડગામમાં વીજળી પડતા એકનું મોત, ગામમાં શોકનો માહોલ છવાયો

બનાસકાંઠામાં મેપડા ગામમાં વીજળી પડતા એક યુવકનું મોત થયું છે. રાજ્યમાં અત્યારે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 03 02T164406.860 બનાસકાંઠા:વડગામમાં વીજળી પડતા એકનું મોત, ગામમાં શોકનો માહોલ છવાયો

બનાસકાંઠામાં મેપડા ગામમાં વીજળી પડતા એક યુવકનું મોત થયું છે. રાજ્યમાં અત્યારે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો. દ્વારકા, અરવલ્લી, પાટણ અને બનાસકાંઠામાં ચોમાસા જેવો વરસાદી માહોલ જામ્યો. કમોસમી વરસાદના કારણે વાતાવરણ બદલાતા આકાશમાં વીજળી જોવા મળી. દરમ્યાન વડગામના મેપડાગામે કમોસમી વરસાદમાં વીજળી પડવાથી એક આશાસ્પદ યુવાનનું મોત થયું. યુવકના મોતને પગલે ગામમાં શોકનો માહોલ છવાયો છે. હાલમાં યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

રાજ્યમાં હજુ ઠંડીનો વરતારો છે. ત્યાં અનેક સ્થાનો પર કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આજે દ્વારકા અને બનાસકાંઠા સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારથી કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો. શિયાળાની સિઝનમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં પાક બગાડવાની ચિંતા પેઠી છે. કૃષિ વિભાગ દ્વારા પાકને બચાવવા કેટલાક સૂચનો પણ જારી કરવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat unseasonalrain/ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો, પાક બચાવવા કૃષિ વિભાગનું સૂચન

આ પણ વાંચો: Gujrat/નર્મદામાં ગાંજાનો ગેરકાયદેસર વેપાર, જથ્થા સાથે ઝડપાયો એક શખ્સ

આ પણ વાંચો:ગુજરાત/જૂનાગઢનો લાડો અને પોલેન્ડની લાડી, ગુજરાતમાં કરશે ભારતીય સંસ્ક્રુતિથઈ લગ્ન