Curfew/ સંઘપ્રદેશમાં ઓમિકરોનની દહેશત, રાત્રિ કરફ્યુ અમલી

સંઘપ્રદેશમાં 31 ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યુ અમલી બનાવવામાં આવ્યું છે. દેશમાં ઓમિક્રોનના કેસ નોધાતા સંઘપ્રદેશમાં રાત્રે 11 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ લગાડી દેવામાં આવ્યો છે.

Top Stories Gujarat Others Trending
palasva 3 સંઘપ્રદેશમાં ઓમિકરોનની દહેશત, રાત્રિ કરફ્યુ અમલી

દેશમાં ઓમિકરોન વાઈરસની એન્ટ્રી થઈ ચૂકી છે. જેને પગલે દરેક રાજય અને સંઘપ્રદેશ પોતાની રીતે સતર્કતા વધારી રહ્યા છે. ત્યારે સંઘપ્રદેશમાં પણ રાત્રિ કરફ્યુ અમલી બનાવી  દેવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સંઘપ્રદેશમાં 31 ડિસેમ્બર સુધી રાત્રિ કરફ્યુ અમલી બનાવવામાં આવ્યું છે. દેશમાં ઓમિક્રોનના કેસ નોધાતા સંઘપ્રદેશમાં રાત્રે 11 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ લગાડી દેવામાં આવ્યો છે.

જેને પગલે થર્ટી ફર્સ્ટની ઉજવણી થવા સામે પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે. પ્રશાસકના આદેશથી રાત્રિ કરફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો છે. દાદરા, નગર હવેલી, દમણ-દીવમાં રાત્રિ કરફ્યૂ અમલી બનતા ગુજરાતીઓમાં 31 ની ઉજવણીને લઈ અસમંજસતા જોવા મળી રહી છે. ગુજરાતમાં દારૂ બંધી હોવાથી મોટી સંખ્યામાં ગુજરાતીઓ 31 ડિસેમ્બરની ઉજવણી માટે નજીકના સંઘ પ્રદેશ ઉપર  પસંદગી ઢોળતા હોય છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કર્ણાટક ખાતે નવા વેરિયન્ટ ઓમિક્રોનના બે કેસ મળી આવ્યા છે. કર્ણાટકની 66 વર્ષ અને 46 વર્ષની બે વ્યક્તિઓમાં ઓમિક્રોન વાઇરસ મળી આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે માહિતી આપી હતી. ઓમિક્રોનના પગલે ગુજરાતમાં પણ સતર્કતા વધારી દેવામાં આવી છે. અને રસીકરણ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

 

ગુજરાત / મતદાર યાદી સુધારણા કાર્યક્રમની મુદત વધારી, જાણો કઈ તારીખ હશે અંતિમ ?

કરમની કઠણાઈ / હમેશાં સૌને હસાવતા ટૂંકા કદના જોકર પરિવારની કરૂણ કથની, રોજગારી બની અભિશાપ

ગુજરાત / કોંગ્રેસના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર ફાઇનલ, ગમે તે ક્ષણે દિલ્હીથી થઇ શકે છે જાહેરાત